ડોમિનિયન ડાયમંડે ભાગીદારી છૂટી કરતા એકમાત્ર રિયોટિન્ટો ડાયવિક ખાણની સ્વતંત્ર માલિક બની

24

DIAMOND TIMES – આલ્બર્ટાની ક્વીન્સ બેન્ચની કોર્ટ દ્વારા મળેલી મંજૂરીને પગલે ડોમિનિયન ડાયમંડ કંપનીએ કેનેડાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલી ડાયવિક ડાયમંડ ખાણમાંથી પોતાનો 40 ટકા હિસ્સો રિયોટિન્ટો કંપનીને વંહેચી નાખી ભાગીદારી છુટી કરતા હવે એકમાત્ર રિયો ટિન્ટો કંપની ડાયાવિક ખાણની સંપુર્ણ અને સ્વતંત્ર માલિક બની છે.ઉલ્લેખનિય છે કે કેનેડાની ડાયવિક ખાણમાથી ઉત્પાદીત થતા વ્હાઈટ કલરના ગુણવત્તા યુકત રફ હીરાની વૈશ્વિક બજારમાં મજબૂત માંગ છે.જો કે આગામી વર્ષ 2025 પછી ડાયાવિક ખાણમાંથી રફ હીરાનું ઉત્પાદન મળવાનું બંધ થઈ જવાની કંપનીએ ધારણા વ્યકત કરી છે.

ડાયવિક ખાણના ગુણવત્તા યુક્ત રફ હીરાની ગ્રાહકોને સપ્લાય ચાલુ રાખવા પ્રતિબધ્ધ : રિયોટિન્ટોના ચીફ એક્ઝિક્યુટિવ સિનેડ કૌફમેન

રિયોટિન્ટો કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સિનેડ કૌફમેને જણાવ્યું હતું કે ડાયાવિક ખાણમાથી જવાબદારી પુર્વક ઉત્પાદીત કરેલા ઉચ્ચ ગુણવત્તા યુકત રફ હીરાની તેમના ગ્રાહકોને સપ્લાય ચાલુ રાખવા તેમજ કેનેડા ના ઉત્તર પશ્ચિમ પ્રદેશો અને સ્થાનિક સમુદાયોમાં નોંધપાત્ર યોગદાન આપવા રિયોટિન્ટો નિશ્ચિતતા સાથે આગળ વધશે.

ખાણના એક માત્ર સ્વતંત્ર માલિક અને ઓપરેટર તરીકે રિયોટિન્ટો કેનેડીયન સમુદાયો અને સરકારના સહયોગથી સકારાત્મક રીતે કામગીરી કરી ડાયવિક ખાણમાથી જવાબદારી પૂર્વક ના રફ હીરાનું ઉત્પાદન કરવા પ્રતિબદ્ધ છે.

અહેવાલ મુજબ કેનેડિયન કંપનીઝ ક્રેડિટર્સ એરેન્જમેન્ટ એક્ટ હેઠળ નાદારી માટે એપ્રિલ 2020માં ડોમિનિયન ડાયમંડ કંપનીએ સ્થાનિક કોર્ટમાં ULC ફાઇલિંગ કર્યુ હતુ . ત્યારબાદ 19 મહીનાની પ્રક્રિયા પછી કોર્ટે તેની મંજુરી આપતા ડાયવિક ખાણમાથી ડોમિનિયન ડાયમંડની ભાગીદારી છુટી કરવાની પ્રક્રીયા પુર્ણ કરવામાં આવી છે.

બંને ભાગીદાર કંપનીઓ ડોમિનિયન ડાયમંડ અને રિયોટિન્ટો વચ્ચે થયેલા ટ્રાન્ઝેક્શન કરાર હેઠળ ડોમિનિયન ડાયમંડ પાસે રહેલી બાકીની તમામ ડાયવિક સંપત્તિઓ રિયો ટિન્ટોએ હસ્તગત કરી લીધી છે.જેમાં ન વેચાયેલ ડાયવિક ખાણના રફ હીરા,રોકડ નાણા તથા કોલેટરલનો સમાવેશ થાય છે.બીજી તરફ તેના બદલામાં ડોમિનિયન કંપનીએ ધિરાણકર્તાઓ પાસેથી લીધેલી લોન સહીતની બાકી તમામ આર્થિક જવાબદારીઓ રિયોટિન્ટોએ ઉપાડી છે.

વર્ષ 2003માં ડાયાવિક ખાણમાંથી રફ હીરાનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યુ હતુ.જેનુ સમગ્ર સંચાલન રિયોટિન્ટો દ્વારા કરવામાં આવતુ હતુ.કેનેડાના યલોક્નાઇફથી આશરે 300 કિમી ઉત્તર પૂર્વમાં સ્થિત ડાયવિક ડાયમંડ ખાણ 1100 થી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે.જે પૈકી 17 ટકા ઉત્તરીય સ્વદેશી લોકો છે.વર્ષ 2020માં ડાયાવિક ખાણમાથી 6.2 મિલિયન કેરેટ રફ હીરાનું ઉત્પાદન કરવામાં આવ્યુ હતુ.