2021ના અંતિમ ક્વાર્ટરમાં જ્વેલરી કંપની રિચેમોન્ટના વેચાણમાં 32 ટકાની વૃદ્ધિ

DIAMOND TIMES –અમેરીકાની જ્વેલરી કંપની રિચેમોન્ટે 31 ડિસેમ્બર 2021ના રોજ પૂરા થયેલા કેલેન્ડર વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં જ્વેલરીના વેચાણમાં વધુ વૃદ્ધિની જાહેરાત કરી હતી.સહાયક આર્થિક વાતાવરણમાં વચ્ચે ડબલ ડિજિટ વૃદ્ધિને કારણે અગાઉના વર્ષના સમયગાળાની તુલનામાં જ્વેલરીનું વેચાણ 32% વધ્યું હતું.

સમગ્ર અમેરિકાના બજારમાં હીરા ઝવેરાતના સેલ્સમાં 55 ટકાની વૃદ્ધિ દર્શાવી છે.ત્યારબાદ યુરોપના દેશો,મધ્ય પૂર્વ અને આફ્રિકામાં જ્વેલરીના વેચાણમાં અનુક્રમે 42 ટકા, 30 ટકાનો વધારો નોંધાયો છે.આ ઉપરાંત જાપાન અને એશિયા પેસિફિકમાં અનુક્રમે 22% અને 18%નો વધારો જોવા મળ્યો હતો.જ્યારે ચીનના બજારોમાં સેલ્સ 7% ના ઉચ્ચ સ્તરે એકીકૃત થયું હતુ.

રિચેમોન્ટની રિટેલ ચેનલે 45%ના મજબુત વધરા સાથે સૌથી મજબૂત પરફોર્મન્સ જનરેટ કર્યું હતું.ત્યારબાદ ઓનલાઈન રિટેલ વેચાણમાં 19% અને જથ્થાબંધ વેચાણમાં 14%નો વધારો થયો હતો.જ્યારે સ્ટોરમાં ગ્રાહકોની પ્રત્યક્ષ હાજરી દ્વારા થયેલું વેંચાણ અગાઉના વર્ષની તુલનાએ 75%થી વધી 78% થયુ છે.સ્પેશિયાલિસ્ટ વોચમેકર્સે પણ વેચાણમાં 25% વૃદ્ધિ સાથે નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.જ્યારે ઓનલાઈન ડિસ્ટ્રીબ્યુટર્સે 15% વેચાણ વૃદ્ધિ નોંધાવી હતી.