DIAMOND TIMES –રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2021-22 માટે GDP ગ્રોથનું અનુમાન 9.5 ટકા યથાવત રાખ્યું છે.કેન્દ્રીય બેન્કે નાણાકીય વર્ષ 2022 માટે કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ(CPI) ઈન્ફ્લેશન 5.3 ટકા પર રહેવાનું અનુમાન કર્યું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે બીજી લહેરના ઝટકાથી ઈકોનોમી બહાર આવી રહી છે અને એમાં તેજી આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈકોનોમિક રિકવરી લાંબા સમય સુધી જળવાઈ રહે એ માટે પોલિસી સપોર્ટ જરૂરી છે. કોરોનાની બીજી લહેરના ઝટકામાંથી બહાર આવી રહી છે ઈકોનોમી.
જાણકારોએ અગાઉ કહ્યું હતું કે અર્થ-વ્યવસ્થામાં રિકવરીને વધુ મજબૂત કરવા માટે રિઝર્વ બેન્ક રેટમાં વધારો કે ઘટાડો કરવા હજી થોડો સમય રાહ જોશે.રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)એ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એને 4 ટકા પર યથાવત રાખ્યો છે.રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકા પર યથાવત્ રાખવામાં આવ્યો છે, એટલે કે જે લોકો હાલ લોનના વિવિધ EMI ભરી રહ્યા છે તેમને કોઈપણ પ્રકારની રાહત મળશે નહિ. બેન્કે સતત 9મી વખત આ દરોને યથાવત્ રાખ્યા છે. આ પહેલાં મે 2020માં રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
રિઝર્વ બેન્કની 8 ડિસેમ્બરે મોનિટરી પોલિસી કમિટીની 3 દિવસની બેઠક પૂરી થઈ છે. રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત્ છે. રેપો રેટનું આ લેવલ 2001 એપ્રિલ પછીનું સૌથી નીચું લેવલ છે. રિઝર્વ બેન્કના આ નિર્ણય પછી મોટા ભાગની બેન્ક નજીકના સમયમાં વ્યાજદરોમાં કોઈ વધારો કરશે નહિ.હોમ લોન જે લોકોએ લીધી છે તેમના માટે વ્યાજદર ખૂબ જ મહત્વનું ફેક્ટર છે.એના દ્વારા એ વાત નક્કી થાય છે કે લોનનો EMI કેટલો ભરવાનો થશે. સામાન્ય રીતે હોમ લોન સૌથી લાંબી હોય છે. આ લોન લેનારા મોટા ભાગના લોકો વ્યાજદર ઘટે એવું ઈચ્છે છે.
જે લોકો નવી લોન લે છે તેમને વધુ સમય મળે છે.મોટા ભાગની હોમ લોન ફ્લોટિંગ રેટ પર આપવામાં આવે છે. રિઝર્વ બેન્કે ઓક્ટોબર 2019થી ફ્લોટિંગ રેટને અનિવાર્ય કર્યો છે. બેન્કે એને એક્સટર્નલ બેન્ચમાર્ક રેપો રેટ સાથે જોડી દીધા છે, એટલે કે એનો અર્થ એ થયો કે હાલ જે પણ રેપો રેટ ઘટશે કે વધશે, એનું વ્યાજ એના આધારે ઘટતું કે વધતું રહેશે.જે લોકોએ પહેલાં જ હોમ લોન લીધી છે તેમણે અગાઉના વ્યાજના દર પ્રમાણે જ વ્યાજ ચૂકવવાનું રહેશે, એટલે કે જે દરે તેમણે લોન લીધી છે. જોકે તમારી હોમ લોન 5 વર્ષ જૂની છે, તો તમારે એના વ્યાજદરને એક વખત ચેક કરવા જોઈએ.