રિઝર્વ બેન્કના ગર્વનર શકિતકાંતા દાસની અચાનક જ પત્રકાર પરિષદ,મેડીકલ સુવિધાઓ આપતા તમામ એકમો,વેકસીન તથા ફાર્મા કંપનીઓ,મેડીકલ સાધનો બનાવતી કંપનીઓ માટે માર્ચ 2022 સુધી 3 વર્ષની લોન મંજુર કરી શકાશે,બેંકોને ખાસ કોવિડ લોન બુક શરૂ કરવા રિઝર્વ બેન્કની સુચના, હીરાઉદ્યોગ માટે મશીનરી બનાવતી ટેકનોલોજી કંપનીઓ માટે મેડીકલના ક્ષેત્રમાં પ્રવેશ માટે ઉજ્જવળ તક
DIAMOND TIMES -કોરોનાના કારણે વ્યાપાર ધંધાને થઇ રહેલા વ્યાપક નુકસાનની સ્થિતી પર રીઝર્વ બેન્ક નજીકની નજર રાખી છે તેવુ વિધાન કરતા રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના ગર્વનર શ્રી શકિતકાંતા દાસે અચાનક જ બોલાવાયેલી પત્રકાર પરીષદમાં કોરોનાના દર્દીઓની સારવારમાં રહેલ હોસ્પીટલો ઉપરાંત વેકસીન નિર્માતા કંપનીઓ, ફાર્મા કંપનીઓ સહીત સમગ્ર હેલ્થ સેકટર માટે રૂપિયા 50 હજાર કરોડના ખાસ કોવીડ લોનની જાહેરાત કરી છે.
શ્રી દાસે આજે જણાવ્યુ કે આ યોજના હેઠળ બેંકો 31 માર્ચ 2022 સુધી વેકસીન ઉત્પાદક કંપનીઓ, મેડીકલ સુવીધા આપતી હોસ્પીટલો અને અન્ય મેડીકલ ઉ5કરણ બનાવતી કંપનીઓ એમ હેલ્થ સેકટર સાથે જોડાયેલા તમામ માટે 3 વર્ષના ગાળા માટે રૂ.50 હજાર કરોડની ખાસ લોન આપી શકશે જેને માટે બેંકોએ કોવીડ લોન બુક સ્કીમ જાહેર કરવાની રહેશે. રીઝર્વ બેન્કના ગર્વનરે આ ઉપરાંત દેશમાં લીકવીડીટીની સ્થીતી વધારવા સરકારી બોન્ડની ખરીદી તાત્કાલીક શરુ કરવા જાહેરાત કરતા જણાવ્યુ કે આરબીઆઇ રૂ.35 હજાર કરોડની સરકારી સીકયોરીટી ખરીદીને સિસ્ટમમાં નાણા ઠાલવશે. આરબીઆઇના ગર્વનરે આ ઉપરાંત આજની તેમની પત્રકાર પરીષદમાં લઘુ અને નાના ઉધોગો કે જે એમએસએમઇની વ્યાખ્યામાં આવે છે તેને વન ટાઇમ રીસ્ટ્રકચરીંગ માટે મંજુરી આપી છે. રીઝર્વ બેન્કે આ ઉપરાંત સ્મોલ ફાઇનાન્સ કંપનીઓને લોંગ ટર્મ રીપોરેટના ધોરણે રૂ.10 હજાર કરોડની સુવીધા આપવા જાહેરાત કરી છે. આ ઉપરાંત આરબીઆઇએ તમામ બેંકોને હાલ તેના ગ્રાહકોની કેવાયસી પ્રક્રીયા 31 ડીસેમ્બર ર0ર1 સુધી મર્યાદીત રાખવા જણાવાયુ છે અને આ સમય દરમ્યાન બેંકો કેવાયસી ન થયા હોય તેવા કોઇપણ બેંક એકાઉન્ટ બંધ કરી શકશે નહીં.