BDBમાં નાના કારોબારીઓનું હિત નહી જળવાતુ હોવાના અહેવાલ : નવુ સંગઠન રચવાની અપીલ

1767
હીરા ઝવેરાતના કારોબારના મથક ગણાતા વિવિધ દેશોના શહેરોમાં કાર્યરત બુર્સની માફક ભારતમાં પણ બુર્સનું નિર્માણ થાય અને હીરા ઝવેરાત ક્ષેત્રના નાના થી મોટા વેપારીઓ એક પ્લેટફોર્મ પર આવી વેપાર કરે તેમજ હીરા ઝવેરાતનો કારોબાર વધે તેવું સ્વપ્ન દીર્ધ દ્રષ્ટ્રા અને હીરા ઉદ્યોગના ભિષ્મ પિતામહ સમાન હીરાના વેપારી સ્વ.શ્રી એસ જી ઝવેરી , સ્વ.શ્રી અરૂણભાઈ મહેતા અને સ્વ.શ્રી કનું ભાઈ ઝવેરીએ જોયું અને આ સ્વપ્નને સાકાર પણ કરી  બતાવ્યુ હતુ.હીરા ઉદ્યોગના વિકાસ માટે આ મહાનુભાવોએ આપેલા અનન્ય યોગદાનને હીરા ઉદ્યોગ ક્યારેય ભુલી શકે તેમ નથી.

DIAMOND TIMES –  વર્તમાન કોરોના મહામારી વચ્ચે વિશ્વના સહુથી મોટા હીરા કારોબાર કેન્દ્ર મુંબઈ સ્થિત ભારત ડાયમંડ બુર્સમાં નાના અને મધ્યમ ક્ક્ષાના હીરા કારોબારીઓનું આર્થિક હિત નહી જળવાતુ હોવાના અખબારી અહેવાલથી ખળભળાટ મચી ગયો છે.

મુંબઈ સ્થિત પારસમણી અખબારમાં પ્રસિધ્ધ થયેલા તંત્રી લેખમાં જણાવવામાં આવ્યુ છે કે હીરા ઝવેરાતના કારોબારના મથક ગણાતા વિવિધ દેશોના શહેરોમાં કાર્યરત બુર્સની માફક ભારતમાં પણ બુર્સનું નિર્માણ થાય અને હીરા ઝવેરાત ક્ષેત્રના નાના થી મોટા વેપારીઓ એક પ્લેટફોર્મ પર આવી વેપાર કરે તેમજ હીરા ઝવેરાતનો કારોબાર વધે તેવું સ્વપ્ન દીર્ધ દ્રષ્ટ્રા અને હીરા ઉદ્યોગના ભિષ્મ પિતામહ સમાન હીરાના વેપારી સ્વ.શ્રી એસ જી ઝવેરી ,સ્વ.શ્રી અરૂણભાઈ મહેતા અને સ્વ.શ્રી કનું ભાઈ ઝવેરીએ જોયું અને આ સ્વપ્નને સાકાર પણ કરી પણ બતાવ્યુ હતુ.હીરા ઉદ્યોગના વિકાસ માટે આ મહાનુભાવોએ આપેલા અનન્ય યોગદાનને હીરા ઉદ્યોગ ક્યારેય ભુલી શકે તેમ નથી.

પરંતુ વર્તમાન સમયે બીડીબીના વહીવટ સામે નાના વેપારીઓમાં ખૂબ આક્રોશ છે.બીડીબીના અણઘડ વહીવટ વિરુધ્ધ અખબારો અને સોશ્યિલ મીડિયામાં અનેક વખત સમાચારો પ્રસિદ્ધ થતા રહ્યા છે.કોરોના પહેલા પણ બીડીબીની જોહુકુમી સામે વેપારીઓએ અવાજ બુલંદ કર્યો છે.કોરોના મહામારીમાં સરકારની ગાઈડ લાઇન મુજબ કોરોના ટેસ્ટ પછી જ કારોબારીઓને બીડીબીમાં પ્રવેશ મળશે એવી જાહેરાત કરવામાં આવી હતી.આ નિયમને લઈને સોશિયલ મીડિયામાં મેસેજો ફરતા થયા હતા કે બીડીબીમાં કોરોના ટેસ્ટ વગર પટાવાળાને પ્રવેશ મળશે પણ, નાના ટ્રેડર્સ કે સંસ્થાના સભ્યોને પ્રવેશ નહિ મળે…!!!

લેખમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બીડીબીમાં કેબીનો ખાલી પડી હોવા છતા પણ ભાડા ઘટાડીને મેનેજમેન્ટ કમિટી આપવા તૈયાર નથી, કારણ કે મેનેજમેન્ટ કમિટીને ભય છે કે જો ભાડા ઘટાડીને કેબિન ફાળવી દેવામાં આવશે તો અગાઉ વધુ ભાડાએ ફાળવેલી જૂની કેબિનોના ભાડા ઓછા કરવા પડી શકે છે.વર્તમાન સમયે નાના કારોબારીઓ, દલાલમિત્રો કે એસોર્ટસો પાસે કામ ધંધો નથી,ત્યારે આ વર્ગને મદદરૂપ થવાના બદલે 500 રૂપિયા ખર્ચી ગાંઠના પૈસે ગોપીચંદન કરવાની આવા નાના લોકોને ફરજ પાડવામાં આવી રહી છે.

દર 15 દિવસે કોરોના ટેસ્ટ કરવાનો આ ખર્ચ અત્યારે આ નાના માણસોને પોષાય તેમ નથી.વળી ઘરેથી બીડીબીમા અપડાઊન કરવા પ્રતિવ્યક્તિને પ્રતિદીન 100 રૂપિયાનો ખર્ચ લાગે છે.કોરોનાના કપરાકાળમાં જ્યા ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ હોય ત્યારે આવા ખોટા ખર્ચાઓ પાછળ નાણાનો વેડફાટ કરવાની આવી પડેલી નોબતથી નાના માણસો ખુબ જ પરેશાન છે.

પારસમણીના લેખમાં રાજકારણીઓ પર પ્રહાર કરતા કહેવામાં આવ્યુ છે કે કોરોના કાળમાં ચૂંટણીનું આયોજન કરી વિવિધ રાજકીય પક્ષો લાખો માણસોની રેલીઓ સભાઓ કરી શકે છે,તેમના માટે કોઈ સરકારી ગાઈડ લાઇન નથી.મુંબઇના કાપડ બજાર, દવા બજાર કરિયાણા બજાર, કેમિકલ બજાર, સ્ટેશનરી બજાર, મોલ હોટેલ, બસ ટેક્સી કે ટ્રેનમાં કોરોનાના ટેસ્ટની જરૂરિયાત નથી પણ માત્ર બીડીબીમાં પ્રવેશ માટે કોરોના ટેસ્ટ સરકારે ફરજીયાત કર્યો છે એ ઉચિત નથી.

સોશિયલ મીડિયામાં બીડીબી મેનેજમેન્ટને કિમ જોંગની ઉપમા આપતા મેસેજ ફરી રહ્યા છે.હીરાના એક વેપારીએ જણાવ્યું હતું કે મેં બીડીબી કમીટી સભ્યને નાના વેપારીઓની સમસ્યા નિવારવા માટે વાત કરી ત્યારે તેમણે ખયુ કે સંસ્થા તેમના નિયમ પ્રમાણે કામ કરી રહી છે. બોરીવલીમાં રહેતા એક નાના વેપારીઓ વિપુલ શાહને ફોન કરી જણાવ્યું કે ૧૫ દિવસે કોરોના ટેસ્ટ કરવો અમને પરવડે નહિ આજે કમાણી નથી,જેથી આવા ખર્ચાઓ કેવી રીતે કરી શકીએ ???

ભારત ડાયમંડ બુર્સના નાના વેપારીઓ તેમના હિત માટે સંગઠન રચે તેવા મેસજો આવી રહ્યા છે.બીડીબી નાના વેપારીઓ, દલાલ ભાઈઓની સમસ્યાઓ દૂર નહિ થાય તો નવું સંગઠન રચાવાની સંભાવનાઓ છે.