ઇલેકટ્રીક કારની બેટરી બનાવશે રિલાયન્સ : એક દશકામાં અંદાજે 1 લાખ કરોડનુ કરશે મુડી રોકાણ

ડાયમંડ ટાઈમ્સ

મુકેશ અંબાણીની રિલાયન્સ કંપનીએ હવે નવા ક્ષેત્રમાં આગળ વધવાની યોજના બનાવી છે.જે મુજબ રિલાયન્સ ઇલેકટ્રીક કારની બેટરી બનાવવાના ધંધામા ઝંપલાવશે.જેની પાછળ રિલાયન્સે એક દશકામાં ૧,૦૮,૮૨૦ કરોડનું રોકાણ કરવાની હોવાના મીડીયા અહેવાલ છે.આગામી ૨૦૩૦ સુધીમાં ભારતમાં ઇલેકટ્રીક વાહનોનું બજાર અનેક ગણૂં વધવાનુ છે.વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત ૧૦૦ ટકા ઇલેકટ્રીક વાહનોનું લક્ષ્ય ધરાવે છે.૨૦૨પ સુધીમાં જાપાનને પાછળ છોડી ભારત દુનિયાનું સૌથી મોટુ બજાર બની જશે.

રિલાયન્સ સમુહની ૬૦ ટકા આવક પેટ્રોલીયમ ઉત્પાદનોમાંથી આવે છે. રિલાયન્સ પેટ્રોલીયમની ૨૦ ટકા સુધી ભાગીદારી વેચી ન્યુ એનર્જી અને ડીજીટલમાં રોકાણ કરવા જઇ રહી છે.ન્યુ એનર્જી સિવાય કંપની ડીજીટલમાં પણ વ્યાપકરૂપે પોતાની ભાગીદારી વધારવાની તૈયારીમાં છે. સાઉદી અરબની કંપની (અરામકો) સાથે ૨૦ ટકા ભાગીદારીના વેચાણની વાતચીત પ્રગતિમાં હોવાના પણ અહેવાલ છે.