રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવનાર રીના હિરપરા ટોળકીનો વધુ એક સાગરીત સંકજામાં

DIAMOND TIMES –  રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવી ખંડણી માંગનાર રીના હિરપરા ટોળકીનો વધુ એક સાગરીત પોલિસના સંકજામાં સપડાયો છે. નોંધનિય છે કે મોટા વરાછા અબ્રામા રોડ વિસ્તારમાં રહેતા રત્નકલાકારને ફોન કરી મળવા બોલાવ્યા બાદ રીના હિરપરા નામની યુવતીએ તેને વાતોની માયાજાળમાં ફસાવીને શારીરિક સંબંધ બાંધવાની લાલચ આપી વરાછા રોડની ભગીરથ સોસાયટીમાં લઈ ગયા હતા.જયાં રીના અને તેના પતિ સહિત ત્રણથી ચાર વ્યક્તિઓએ રત્નકલાકારને તમાચા મારી બળાત્કારના ગુનામાં ફસાવવાની ધમકી આપી હનીટ્રેપમાં ફસાવ્યો હતો.

રીના હીરપરા નામની યુવતી,તેના પતિ અને સાગરીતોએ રત્નકલાકારને બ્લેકમેલ કરી રૂપિયા દશ લાખની માંગણી કરી હતી. પરંતુ રત્નકલાકારે 2.5 લાખ આપવાનું નક્કી કરી તે પેટે 1.5 લાખ ચુકવી દીધા હતા.પરંતુ ત્યાર બાદ પણ બ્લેકમેલીંગ ચાલુ રહેતા અંતે રત્ન કલાકાર યુવાને વીસ દિવસ અગાઉ વરાછા પોલિસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને પગલે જે તે વખતે રીના હિરપરા, તેના પતિ ભાવિન અને દેવાંગ ગજેરાની પોલિસે ધરપકડ કરી હતી.જયારે આ ગુનામાં વોન્ટેડ વેલંજાના રૂઢાલ રેસીડન્સીમાં રહેતા અનિલ ઉર્ફે અનિલ ડોન દિનેશ મકવાણાની પોલિસે ધરપકડ કરી છે.