DIAMOND TIMES -જ્વેલરી ડિઝાઈનર અને ડાયમંડ આર્ટીસ્ટ રીના આલુવાલીયાએ તેનું પ્રથમ NFT લોન્ચ કર્યું.તે રીનાની ખુબ જ દુર્લભ એવી આવૃત્તિના 1/1 અને મર્યાદિત આવૃત્તિઓ સાથે 10/10 ડાયમંડ-વર્સ છે.રીનાના NFT તેના વ્યાપકપણે જાણીતા ડાયમંડ પેઇન્ટિંગ્સને 3D ડિજિટલ ક્ષેત્રમાં વિસ્તરે છે અને તે તેની વિશિષ્ટ દ્રષ્ટિ અને કલ્પનાને એક લક્ઝરી અનુભવ તરીકે વિસ્તાર આપશે.
રીના જણાવે છે કે તે છેલ્લા ઘણા વર્ષોથી તેની ડાયમંડ આર્ટ NFT બનાવવવા માટે સખત મહેનત કરી રહી છે.NFT એ એક ડિજીટલ ક્રાંતિ તરીકે એટલું બધું વિસ્તાર પામ્યું છે, જે એક કલાત્મક પુનર્જીવન જેવું છે. જેને આપણે પહેલા ક્યારેય જોયું નથી.રીના જણાવે છે કે તેમનું જીવન હીરા અને રત્નોની શક્તિશાળી વાર્તાઓ કહેવા માટે સમર્પિત છે.એક કલાકાર તરીકે તેણી ઉત્સાહ અને ગર્વ સાથે કહે છે કે, મારા આર્ટ કલેક્ટર્સ અને હીરા ઉદ્યોગના રોકાણકારો હવે મારા ‘ડાયમંડ-વર્સ’ના ભાગોના માલિક બની શકે છે.
હીરા ઉદ્યોગના વ્યાપક નિષ્ણાંત લક્ઝરી ફીન્ટેચના સ્થાપક અને એબીએન એમ્રોના હેડ, એરિક જેન્સે જણાવ્યું હતું કે, તેઓ હીરા અને જ્વેલરી ઉદ્યોગમાં બ્લોકચેન સંબંધિત વિવિધ પહેલોમાં સામેલ થયા છે.પરંતુ રીના સાથેનો આ સહકાર એ ખરેખર અનન્ય છે.રીનાનો આર્ટ અને ટેકનોલોજી પ્રત્યેનો જુસ્સો હવે ટેકનોલોજીની સાથે આવે છે જેનાથી કલા અને ટેક્નોલોજી પ્રેમીઓ માટે આ એક અનોખો અનુભવ સાબિત થશે.
NFT શું છે ?-
NFTએ ડિજિટલ કલાના કાર્યોને એક એવી અસ્ક્યામતમાં પરિવર્તિત કરે છે જે બ્લોકચેન પર અસ્તિત્વ ધરાવે છે.NFT એ અન્ય ક્રિપ્ટોકરન્સીની જેમ ખરીદી શકાય છે અને બ્લોક્ચેન દ્વારા તેનો રેકોર્ડ રાખી શકાય છે.NFT ને કોઈ પણ જોઈ શકશે પરંતુ તેની માલિકી માત્ર તેના ખરીદનાર પાસે જ રહેશે.NFTએ એક પ્રકારની ડિજીટલ એસેટ(સંપત્તિ) જેવું હોય છે.જેનાથી દુનિયાને ખબર પડી શકે કે જે તે આર્ટ કે સંગ્રહના આ વ્યક્તિ માલિક છે, બીજા તેને જોઈ શકે છે પરંતુ તેની માલિકી એક જ વ્યક્તિની રહેશે.NFTના માલિક તેને વેચી પણ શકે છે.
ભારતમાં ઘણા કલાકારો અને ક્રિકેટરોએ પણ પોતાના NFT લોન્ચ કર્યા છે.તેમાં અમિતાભ બચ્ચન, રિષભ પંત, ઝહિર ખાન,મનીષ મલ્હોત્રા પણ સામેલ છે.