DIAMOND TIMES-અમેરીકાની અગ્રણી જ્વેલરી કંપની ટીફની એન્ડ કંપનીએ ઇતિહાસના સૌથી મોંઘા આભુષણ આઇકોનિક નેકલેસનું અનાવરણ કર્યું છે.વિમેન્સ વેર ડેઈલી ફેશન(WWD)ના અહેવાલ અનુસાર આ નેકલેસને ટીફની એન્ડ કંપની દ્વારા ટિફની ઈવેન્ટમાં દુબઈ ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
180 કેરેટ વજનના કુલ 578 હીરા જડીત આ પ્લેટિનમ નેકલેસના કેન્દ્રમાં IF ક્લેરીટી અને D કલરનો 80 કેરેટ વજનનો ઓવલ શેઈપ ધ એમ્પાયર ડાયમંડ તરીકે વિખ્યાત હીરો જડવામાં આવ્યો છે.જેને સરળતાથી દૂર કરી શકાય છે અને ફરીથી માઉન્ટ કરી શકાય છે.આ નેકલેસની કીંમત 20 થી 30 મિલિયન ડોલર એટલે કે 149 થી 223 કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે.