કોરોનાના નિરાશાજનક સમય બાદ સુરતના ડાયમંડ એક્સપોર્ટમાં નોંધાયો રેકોર્ડબ્રેક ઉછાળો- વાંચો રીપોર્ટ

21

સુરત: 2019 ની સરખામણીમાં, એપ્રિલથી નવેમ્બર 2021ના સમયગાળા દરમિયાન કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 21%નો વધારો થયો છે. નિરાશાજનક વૈશ્વિક રોગચાળાના માહોલ વચ્ચે ઉત્સાહિત ઉદ્યોગ નિષ્ણાતો વૃદ્ધિના આંકડાને સારા સંકેત માને છે.

આ વર્ષે એપ્રિલથી નવેમ્બર 2019માં $13,412 મિલિયનની સામે $16,236 મિલિયનની નિકાસ નોંધાઈ હતી. જો કે, દેશમાંથી હીરા અને જ્વેલરીની એકંદર નિકાસમાં નવેમ્બર મહિના માટે 7.65% નો ઘટાડો જોવા મળ્યો હતો. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ જણાવ્યું હતું કે દિવાળી દરમિયાન મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિમાં વિરામને કારણે 2019માં $2,582 થી ઘટીને $2,385 થયો હતો.

દરમિયાન, એપ્રિલથી નવેમ્બર 2021માં સોનાની જ્વેલરીની નિકાસ 2019માં $8495.58 મિલિયનની સરખામણીએ 27.76% ઘટીને $6137.17 મિલિયન થઈ હતી. એપ્રિલથી નવેમ્બર 2021માં સાદા સોનાની જ્વેલરીની નિકાસ 59.43% ઘટીને $2486.01303 મિલિયન $ હતી.

જોકે, એપ્રિલથી નવેમ્બર 2021માં સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની નિકાસ 2019માં $2365.14 મિલિયનની સરખામણીએ 54.33% વધીને $3650.14 મિલિયન થઈ હતી.

GJEPCના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે “2021 સુધીમાં ભારતનું રત્ન અને ઝવેરાતની નિકાસ કામગીરી ગયા વર્ષે આ સમયે આપણે જે અપેક્ષા રાખી હતી તેનાથી ઘણી આગળ રહી છે. સારા સમાચાર એ છે કે વિશ્વના સૌથી મોટા જ્વેલરી વપરાશકાર રાષ્ટ્ર યુએસએએ આ વર્ષે ભારતમાંથી ખરીદીમાં વધારો કર્યો છે,”

કોલીન શાહે ઉમેર્યું, “અમે આ નાણાકીય વર્ષમાં $41.65 બિલિયનના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવાની અપેક્ષા રાખીએ છીએ. અને અમે સરકારને કેન્દ્રીય બજેટ 2022-23માં વિચારણા કરવા માટે કેટલાક નીતિ સુધારાઓની ભલામણ કરી છે. તેમાં કટ અને પોલિશ્ડ હીરા, સોના અને અન્ય કિંમતી ધાતુઓ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો અને મુંબઈ અને સુરતના સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં રફ હીરાના વેચાણને મંજૂરી આપવા માટે કરવેરા જોગવાઈઓમાં સુધારાનો સમાવેશ થાય છે – આ ઉદ્યોગને તેની નિકાસ હાંસલ કરવામાં મદદ કરશે. આગામી થોડા વર્ષોમાં $70 બિલિયનનો લક્ષ્યાંક છે,”

વધુમાં, એપ્રિલથી નવેમ્બર 2021માં સિલ્વર જ્વેલરીની નિકાસ 95.35% વધીને $1691.86 મિલિયન થઈ હતી, જે 2019માં $866.05 મિલિયન હતી.