ચેક બાઉન્સના કેસોમાં ઈ સમન્સને મંજૂરી આપવા ભલામણ

168

ચેક બાઉન્સના કેસોમાં ઈ સમન્સને મંજૂરી આપવા ભલામણ

Recommendation to allow e-summons in cases of check bounce

મોટાભાગના સમન્સ પાછા ફરતા હોવાથી હજારો કેસ અટકેલા છે.એમાઈકસ કયુરી લુથરા નામના વકિલે અદાલતને ભલામણ રિપોર્ટ સોંપ્યો છે.

ડાયમંડ ટાઇમ્સ

ચેક બાઉન્સના કેસોનો ભરાવો તથા તેમાં ઉતરોતર વૃદ્ધિ વચ્ચે પક્ષકારોને નોટીસ અને સમન્સ ઈલેકટ્રોનીકસ- ડીજીટલ ધોરણે મોકલવા તથા તે માટે સતાવાર માન્યતા આપવાની ભલામણ કરવામાં આવી છે. એમાઈકસ કયુરી સિદ્ધાર્થ લુથરાએ આ ભલામણ કરી છે.તેઓએ મુખ્ય ન્યાયાધીશની કોર્ટને જણાવ્યું હતું કે મોટાભાગના કેસોમાં સમન્સ પાછા આવતા હોવાથી કેસ લટકતા રહે છે. અત્યારે તમામ સેવાઓ આધાર સાથે જોડાયેલી છે તેવા તબકકે ઈ સમન્સને સતાવાર માન્યતા મળવી જોઈએ.

રીપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચેક બાઉન્સ મામલે જેમના સામે આરોપ હોય અને વોરંટ જારી થવા છતાં તે ફરાર હોય તો તેમના બેંક ખાતા સ્થગીત કરી શકાય. ખાતામાંથી ચેક બાઉન્સના નાણાં જેટલી રકમ સ્થગીત કરી દેવી જોઈએ. સીઆરપીસીની કલમ 83 હેઠળ આ પ્રકારનો આદેશ થઈ શકે છે. એ ઉપરાંત ચેક બાઉન્સના એકથી વધુ ચેક બાઉન્સના કેસો ચાલતા હોય તો સીઆરપીસીની કલમ 218, 219 તથા 220 હેઠળ સંયુક્ત ટ્રાયલ ચલાવી શકાય. કલમ 219ની જોગવાઈ મુજબ કોઈપણ એક વ્યક્તિ સામે ત્રણ કેસો હોય તો સંયુક્ત ટ્રાયલ થઈ શકે. કોઈ વ્યવસ્થા કરે તો મર્યાદા વધારી શકાય છે.
ચેક બાઉન્સના કેસોમાં કોર્ટના ક્ષેત્રીય અધિકારની વિટંબણા પણ દુર કરવાની જરૂર છે. કારણ કે પોતાના અધિકારીત્રમાં ન આવતા કેસ કોર્ટ છોડી દયે તો તે અટકી જાય છે.રિપોર્ટમાં મધ્યસ્થીનો વિકલ્પ આપવાની પણ ભલામણ કરવામાં આવી છે. અપીલ સ્તરે પણ તેની છુટ્ટ આપવામાં આવે. મધ્યસ્થી મારફત ગમે ત્યારે કેસના નિવેડાની છુટ્ટ આપવી જોઈએ.