ઉદ્યોગોને ધિરાણ પ્રવાહ જાળવી રાખવાનો બેંક્રોને આરબીઆઈનો નિર્દેશ

1018

કોરોના મહામારી પછી શરૂ થયેલી આર્થિક રિકવરીને ટકાવી રાખવા રિઝર્વ બેંકના પ્રયાસો

DIAMOND TIMES – ઉદ્યોગોને ધિરાણ પ્રવાહ જાળવી રાખવાનો રિઝર્વ બેંકે બેન્કરોને નિર્દેશ આપ્યો છે.કોરોના મહામારી વચ્ચે સ્થિતિનો અંદાજ મેળવતા રહીને શરૂ થયેલી આર્થિક રિકવરીને ટકાવી રાખવા રિઝર્વ બેંકના પ્રયાસો છે.

ઉદ્યોગોને ધિરાણ પ્રવાહ જાળવી રાખવાના મહત્વ પર રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ભાર આપ્યો છે.જાહેર ક્ષેત્રની બેન્કો તથા કેટલીક ખાનગી બેન્કોના એમડી અને જ઼ઈઓ સાથેની બેઠકમાં શક્તિકાંત દાસે હાલમાં ચાલી રહેલી રિકવરીને ટેકો પૂરો પાડવા રિઝર્વ બેન્ક દ્વારા લેવાયેલા પગલાં અંગે બેન્કરોને વાકેફ કર્યા હતા.નાણાંકીય સ્થિરતા જાળવવાના આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કારોબાર અને ઉદ્યોગ ગૃહોના કામકાજ જળવાઈ રહે તથા વેપાર વ્યૂહને વધુ ધારદાર બનાવી શકાય તે માટે પ્રોત્સાહક પગલાં પૂરા પાડવા તેમણે વિવિધ બેંકોને સૂચન કર્યું હોવાનું રિઝર્વ બેન્કની યાદીમાં જણાવાયું છે.

બેન્કો દ્વારા હાથ ધરાયેલી પેમેન્ટસ તથા આઈટી સિસ્ટમને જાળવી રાખવા બારીક દેખરેખ રાખવા પર પણ શક્તિકાંત દાસે ધ્યાન કેન્દ્રીત કરી કોવિડને કારણે પૂરી પડાયેલી રાહતોના પરિણામો તથા તાણ હેઠળની એસેટસના આઉટલુક પર પણ આ બેઠકમાં ચર્ચા કરી હતી.