રફ હીરાની આવકની કમાલ : ગ્લોબલ રેટિંગ એજન્સી S&Pએ બોટ્સવાનાનું રેટીંગ સુધાર્યુ

849

DIAMOND TIMES – કોરોના મહામારી પછી રફ હીરાની વૈશ્વિક માંગના પગલે રફ હીરાની કીંમતો અને કારોબાર માં વધારો થયો છે.જેના પરિણામે રફ હીરાનું ઉત્પાદન કરતા વિશ્વના અનેક દેશો અને રફ ઉત્પાદક કંપનીઓએ અકલ્પનિય રીતે આર્થિક વૃદ્ધિ કરી છે.જેમા અત્યંત ઉચ્ચ ગુણવત્તા યુક્ત રફ હીરાની ઉત્પાદન કરતો આફ્રીકન દેશ બોટ્સવાના પણ સામેલ છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં બોટ્સવાના સ્થિત રફ કંપની ડેબ્સ્વાનાના રફ હીરાના વેચાણમાં 41 ટકાનો જંગી વધારો નોંધાયો છે.ઉંચી કીંમતે રફ હીરાનું વેંચાણ વધવાના કારણે આફ્રીકન રફ ઉત્પાદક દેશ બોટ્સવાના ના અર્થતંત્રમાં સુધાર આવ્યો છે.જેના પરિણામ સ્વરૂપે ગ્લોબલ રેટિંગ એજન્સી S&Pએ બોટ્સવાનાના રેટીંગમાં સુધાર કર્યો છે.ઉલ્લેખનિય છે કે કોરોના મહામારીના કારણે વિશ્વના મોટા ભાગના દેશોની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ હતી . પરંતુ વૈશ્વિક જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ ભારત સહીત વિશ્વના અનેક દેશો માટે તારણહાર બન્યો છે.

બોટ્સવાનાના અર્થશાસ્ત્રીઓનું કહેવુ છે કે કોરોના મહામારીમાં પ્રભાવિત થયેલી અર્થવ્યવ્સથામાં સુધાર આવ્યો છે.રફ હીરાની નિકાસ આધારિત બોટ્સવાનાની અર્થવ્યવસ્થા ચાલુ નાણાકીય વર્ષ-2021માં 8.5 ટકાના દરે વૃદ્ધિ જાળવી રાખે તેવી અમે અપેક્ષા રાખીએ છીએ.વર્તમાન સમયે બોટ્સવાનાનું અર્થતંત્ર જેટ ગતિએ વિકાસ પામીને 9.7 ટકા નો આર્થિક વૃદ્ધિ દર મેળવી લીધો છે.જે ગત વર્ષે ફેબ્રુઆરી-2020માં 8.8 ટકા હતો.આ ઉપરાંત બોટ્સવાનાએ તેના વાસ્તવિક વિકાસના માપદંડની ચોકસાઈ સુધારવા માટે વર્ષ 2006 થી 2016માં અનેક સુધારા કર્યો છે.આ રિબેઝિંગના પરિણામ સ્વરૂપે કોરોના મહામારી વચ્ચે પણ બોટ્સવાનાનું અર્થતંત્ર મજબુત રહ્યુ હતુ.