રોકાણમાં ગતિ : સ્ટાર્ટઅપ્સમાં પ્રાઇવેટ રોકાણોમાં ઝડપી વધારો

19

DIAMOND TIMES – સ્ટાર્ટઅપ્સમાં પ્રાઈવેટ રોકાણો સતત વધ્યાં છે. પ્રાઈવેટ માર્કેટ ઈન્વેસ્ટમેન્ટના 18 ટકા હિસ્સો ફેમિલી ઓફિસ અને હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સ માટે ફાળવાયો છે. પ્રાઈવેટ માર્કેટ મોનિટર અનુસાર, સ્ટાર્ટઅપ્સ એક્વિઝિશન્સે ફર્સ્ટ જનરેશન હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સ (UHNIs)ની નવી કેટેગરી સર્જી છે.

જે ફેમિલી ઓફિસ રૂટના વિસ્તરણ સાથે એસેટ્સ મેનેજ કરે છે. પ્રાઈવેટ રોકાણોના 15 ટકા રોકાણ રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આર્ટ અને અન્ય સેક્ટર્સમાં ફાળવાયું છે. 20 ટકા ફાળવણી ફિક્સ્ડ ઈનકમ અને 36 ટકા લિસ્ટેડ ઈક્વિટીમાં થઈ છે. પ્રાઈવેટ માર્કેટ ઈન્વેસ્ટમેન્ટના 10 ટકા રોકાણ 83 ટકા ફેમિલી ઓફિસોએ તેમની કુલ સંપત્તિ ફાળવણીમાં કર્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં 50 ટકા રોકાણકારોએ 40 ટકા રોકાણ પ્રાઈવેટ માર્કેટમાં ઈન્વેસ્ટ કર્યો છે. 50 ટકા ફેમિલી ઓફિસ સ્ટાર્ટઅપ્સમાં એ સિરિઝનું રોકાણ કર્યું છે. 40 ટકા લોકો પ્રિ-આઈપીઓ ટ્રાન્જેક્શનમાં રોકાણ નોંધાયું છે. જ્યારે 25 ટકા તબક્કાવાર પોર્ટફોલિયોની ફાળવણી કરે છે.

ફિનટેક સેક્ટરમાં 82 ટકા સૌથી વધુ, એન્ટરપ્રાઈઝ ટેક્. 71 ટકા રોકાણ થાય છે. કન્ઝ્યુમર ટેક્ (68 ટકા), હેલ્થકેર (50 ટકા), એગ્રીટેક્. (35 ટકા), એડટેક્ (42 ટકા) રોકાણ ફાળવ્યું છે. એક્ઝિટ સિનેરિયો સાથે UHNIs-ફેમિલી ઓફિસના ઝડપી વિસ્તરણ થયું છે.