ટ્રેડીશનલ વ્યવસાયમાં ડિજીટલને અપનાવવાથી કારોબારનો ઝડપી વિકાસ થશે : રમણ નય્યર

72

DIAMOND TIMES – ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતમાં ઉદ્યોગ સાહસિકો માટે ડિજીટલી ક્રાંતિ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નિષ્ણાત વકતા અને નેશનલ ટ્રેનર એન્ડ બિઝનેસ હેડ રમણ નય્યરે ઉદ્યોગ સાહસિકોને ડીઝીટલ ક્રાંતિની ક્ષમતા અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકોને સંબોધતા રમણ નય્યરે જણાવ્યું હતું કે વર્ષો પહેલા બાર્ટર સિસ્ટમથી વ્યવસાયની  શરૂઆત થઇ હતી.ત્યારબાદ કાળક્રમે વિનિમય માટે ચલણ (સિકકા)ની શરૂઆત થઇ હતી.આશરે ૬૦૦ વર્ષ સુધી આ પ્રણાલી ચાલી હતી.ત્યાર પછી વ્યવસાયિક સમીકરણો બદલાવા લાગ્યા હતા.વ્યવસાયમાં પરિવર્તન આવતા હજારો વર્ષ લાગતા હતા.પરંતુ હવે ડિજીટલી ક્રાંતિ પછી રોજેરોજ વ્યવસાયમાં સમીકરણો બદલાવા લાગ્યા છે.

હાલમાં (૧) સેલ ફિઝીકલી એન્ડ સર્વ ફિઝીકલી (ર) સેલ ડિજીટલી એન્ડ સર્વ ડિજીટલી અને (૩) સેલ ડિજીટલી એન્ડ સર્વ ફિઝીકલી એમ ત્રણ ત્રણ પ્રકારના વ્યવસાય પ્રવર્તી રહયા છે.જે પૈકી સેલ ફિઝીકલી એન્ડ સર્વ ફિઝીકલી વ્યવસાય ખૂબ ખર્ચાળ છે.વળી તેમાં લાંબો સમય લાગે છે.આથી બદલાતા સમયની સાથે દરેક ઉદ્યોગકારો અને વેપારીઓએ ડિજીટલી સેલીંગ અથવા ફિઝીકલ સર્વિસ ઉપર જવું પડશે.ટ્રેડીશનલી વ્યવસાય કરનારા ડિજીટલી તાલમેલ મેળવી શકશે તો જ ઝડપથી વિકાસ કરી શકશે.