ડાયમંડ ટાઈમ્સ
રેલ્વેએ પેસેન્જર અને ટૂંકા અંતરની અન્ય ટ્રેનોના ભાડા વધારી દીધા છે.લગભગ ૩૦ દિવસથી ગુપચુપ રીતે વધેલા આ રેલ્વે ભાડા પર રેલ્વેએ પહેલીવાર સ્પષ્ટતા કરી છે કે આ ભાડા એટલા માટે વધારવામાં આવ્યા છે કે જેથી આ કોવિડ સંકટના સમયમાં એવા યાત્રિકોને યાત્રા કરવાથી રોકી શકાશે કે જેમના માટે ટ્રેન યાત્રા બહુ જરૂરી નથી.પેસેન્જર ટ્રેનોના ભાડા વધારી મેઈલ અને એકસપ્રેસ ટ્રેનોના અનારક્ષિત ડબ્બાના ભાડાની બરાબર કરી દેવામાં આવ્યા છે.
રેલ્વે એ કોવિડ સંકટ પહેલાના સમયની તુલનામાં ૬૫ ટકા મેઈલ એકસપ્રેસ ટ્રેનોને ચલાવવાનું શરૂ કર્યુ છે. હાલ રોજ ૩૨૬ પેસેન્જર ટ્રેન ચાલી રહી છે. જ્યારે ૧૨૫૦ મેઈલ-એકસપ્રેસ ટ્રેનો અને ૫૩૫૦ સબ અર્બન ટ્રેનો ચાલી રહી છે. રેલ્વેનું કહેવુ છે કે હાલ ચાલી રહેલ ઓછા અંતરની પેસેન્જર ટ્રેનો કુલ પેસેન્જર ટ્રેનોના લગભગ ૩ ટકા જ છે.તેથી આનાથી બહુ ઓછા મુસાફરોને અસર થઈ છે. ભાડા વધવાને લઈને રેલ્વેએ સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે યાત્રી સેવા પર હંમેશા સબસીડી આપવામા આવે છે અને પ્રત્યેક રેલ્વે યાત્રીની દરેક યાત્રા પર રેલ્વેને ખોટ પડે છે.રેલ્વે ઘણી એવી ટ્રેનો પણ ચલાવે છે જેમની સીટ બહુ ઓછી ભરાતી હોય છે
રેલ્વેના પ્રવકતાએ કહ્યુ હતુ કે હવે લોકલ ટ્રેનની મુસાફરી માટે વધુ ભાડુ આપવુ પડશે.લોકલ ટ્રેનોમાં ભાડુ બેગણુ જેટલુ વધી ગયુ છે. હવે મુસાફરોએ ૨૫ રૂ.ના બદલે ૫૫ રૂ. આપવા પડશે. જ્યારે ૩૦ રૂ.ના બદલે ૬૦ રૂ. આપવા પડશે. ભાડામાં કરવામાં આવેલા વધારાનો માર રોજ ૩૦થી ૪૦ કિ.મી. સુધીની મુસાફરી કરનારા મુસાફરો પર પડશે. જ્યાં ૨૦ રૂ. ભાડુ હતુ ત્યાં ૪૫ રૂ. થઈ ગયુ છે. ૨૦ કિ.મી.ના અંતર સ્થિત બે સ્ટેશન વચ્ચે જો ભાડુ ૧૦ રૂ. હતુ તો હવે ૨૦ રૂ. થશે. જ્યારે ૧૫૦ કિ.મી.ના અંતર પર આવેલ બે સ્ટેશનો પર ભાડુ માત્ર ૧૦ ટકાની નજીક રહેશે.