રેલ્વે દ્વારા થનારા આ સુધારા પછી રેલ મુસાફરી થશે વધુ આરામદાયક

114

ડાયમંડ ટાઈમ્સ

ભારતીય રેલવે હવે યાત્રીઓ મટે મુસાફરી વધુ આરામદાયક બનાવવાની તૈયારી કરી રહ્યું છે.રેલ્વે એક એવા પ્રોજેકટ પર કામ કરી રહ્યું છે કે જેનાથી આમ આદમીની યાત્રાને પુરેપુરી બદલી નાખશે.રેલ્વે વિભાગ હવે સેકન્ડ કલાસ જનરલ કોચને એસી કોચમાં બદલવા વિચારી રહ્યું છે. અલબત આ સુવિધા માટે યાત્રીએ થોદા વધુ નાણા ખર્ચવા પડશે.
મિડીયા અહેવાલ મુજબ ઈકાનોમી એસી થ્રી-ટાયર કોચ શરૂ કર્યા બાદ ભારતીય રેલ્વે હવે અનારક્ષિત દ્વિતીય શ્રેણીના કોચોને વાતાનુકુલિત બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે.સેકન્ડ કલાસના નવા કોચનું નિર્માણ કપૂર વિલામાં રેલ કોચ ફેકટરીમાં કરવામાં આવશે.આરસીએફના જીએમ રવિન્દ્ર ગુપ્તાના જણાવ્યા અનુસાર આ યોજનાથી સામાન્ય જનતા માટે રેલ યાત્રા આરામદાયક બની જશે.
હાલ સામાન્ય સેકન્ડ કલાસના કોચમાં વધુમાં વધુ 100 યાત્રીઓ બેસી શકે છે.એસી કોચ બનાવવા લગભગ 2.24 કરોડ રૂપિયાનો ખર્ચ આવી શકે છે. નવા એસી સેકન્ડ કલાસના કોચમાં બહેતર સુવિધાઓની સાથે સાથે તેમાં વધુને વધુ યાત્રીઓની બેસવાની પણ વ્યવસ્થા થવાની આશા છે. આવા કોચોનો ઉપયોગ લાંબા અંતરની મેલ-એકસપ્રેસ ટ્રેનો માટે કરવામાં આવશે. એક જાણકારી મુજબ ભારતીય રેલવે નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં 24 એસી ટ્રેન તૈયાર કરશે જેમાં ઈકોનોમી એસી થ્રી ટીયર કોચ હશે.