ડાયમંડ ટાઈમ્સ
અદાણી ગૃપ રાજસ્થાનમાં 9700 મેગાવોટના સોલર હાઈબ્રિડ અને વિન્ડ એનર્જી પાર્ક વિકસિત કરવા જઈ રહ્યુ છે.રાજસ્થાનમા પાંચ સોલર પ્રોજેક્ટ્સ માટે અદાણી ગૃપ 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે તેવા અહેવાલ છે.તો શિવસેના,કોંગ્રેસ અને NCPના ગઠબંધન વાળી મહારાષ્ટ્ર સરકારે દિધી પોર્ટ અદાણી ગૃપને વહેંચી નાખ્યુ છે.અખબારી અહેવાલ મુજબ અદાણી ગૃપે 705 કરોડ રૂપિયામાં દિધી પોર્ટ લિમિટેડ(DPL) ની 100% ભાગીદારી ખરીદી લીધી છે.અદાણી અહીં 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે તેમજ મુંબઈમાં જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ માટે વૈકલ્પિક ગેટ વે તૈયાર કરશે.
બીજી તરફ અદાણી-અંબાણીને લઈને ભાજપ પર નિશાન સાધવાનો એક પણ મોકો નહી ચુકતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ભાજપે આજ મુદ્દે પલટવાર કરતા રાજકારણ ગરમાયુ છે.ભાજપ મહાસચિવ સિટી રવિ અને કોંગ્રેસના પૂર્વ નેતા શહજાદ પુનાવાલાએ રાહુલ ગાંધીને બરાબરના ઘેર્યાં છે.શહજાદ પૂનાવાલાએ કહ્યુ કે રાજસ્થાન સરકારે અદાણી અને જિંદલ ગૃપને છૂટ આપી છે.મહારાષ્ટ્રમાં પોર્ટ મિનિસ્ટ્રી કોંગ્રેસ પાસે છે.દીધી પોર્ટ અદાણી ગૃપને સોંપવામાં આવ્યું છે. હવે રાહુલ ગાંધી જવાબ આપે કે ખરેખર ક્રોનીજીવી કોણ છે.??