18 વર્ષીય ટેનિસ સ્ટાર રાદુકાનુ ટિફની સાથે જોડાઈ

830

DIAMOND TIMES – ઝવેરાત ક્ષેત્રે નામાંકીત ટિફની એન્ડ કંપની તથા 18 વર્ષીય નવોદિત બ્રિટિશ ટેનિસ સ્ટાર એમ્મા રાદુકાનું વચ્ચે સ્પોન્સરશિપ મામલે સોદો થયો છે.ઉલ્લેખનિય છે કે 1977 પછી યુએસ મહીલા ઓપન ટેનિસ સ્પર્ધામાં વિજય મેળવી ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર એમ્મા રાદુકાનું પ્રથમ બ્રિટિશ મહીલા ખેલાડી તરીકે ઇતિહાસ રચ્યો છે.

યુએસ મહીલા ઓપન ટેનિસ સ્પર્ધામાં બ્રિટિશ ટેનિસ સ્ટાર એમ્મા રાદુકાનું ટિફ એન્ડ કંપનીની રિંગ,બ્રેસલેટ,ક્રોસ પેન્ડન્ટ,મોતી અને હીરાની બુટ્ટી સહીત 38,000 ડોલરના આભુષણો ધારણ કરીને ટેનિસ કોર્ટ પર ચમકી હતી.એમ્મા રાદુકાનુએ હાલમાં જ હાઇસ્કૂલ સુધીનો અભ્યાસ પુર્ણ કર્યો છે.તેણીએ ટિફની એન્ડ કંપની ઉપરાંત નાઇકી અને ટેનિસ રેકેટનું ઉત્પાદન કરતી કંપની વિલ્સન સાથે પણ કરાર કર્યા છે.આ ઉપરાંત તેણી બ્રિટનના વિખ્યાત વોગ મેગેઝિનના વર્તમાન અંકમાં ચમકી છે.