ક્રિસ્ટીઝ ઓકશનમાં ફ્રાન્સની મહારાણીનું ઐતિહાસિક બ્રેસલેટ ખરીદવાની તક

752

DIAMOND TIMES – આગામી 9 નવેમ્બરના રોજ ક્રિસ્ટીનું જીનીવા ખાતે આયોજીત થનાર ભવ્ય જ્વેલ્સ ઓકશન માં ફ્રાન્સની મહારાણી મેરી-એન્ટોનેટના ઐતિહાસિક 112 નંગ ડાયમંડ જડીત બ્રેસલેટની પણ હરાજી થશે.આ બ્રેસલેટ ની 4 મિલિયન ડોલર આસપાસની કીંમત મળવાની ધારણા રાખવામાં આવી રહી છે.

ફ્રાન્સની મહારાણી મેરી-એન્ટોનેટ હીરા જડીત આભુષણો પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવતી હતી.રાણીના જ્વેલરી સંગ્રહમાં અનેક અમુલ્ય જ્વેલરી હતી.જે પૈકી 112 ડાયમંડ જડીત બ્રેસલેટનો પણ સમાવેશ થાય છે.મહારાણી મેરી-એન્ટોનેટને આ બ્રેસલેટ 1776માં 250,000 લાઈવર (તે વખતનુ એક ચલણ)ની કીંમતે આ બ્રેસલેટની ખરીદી કરી હતી.જે તે સમયે આ એક ખુબ મોટી રકમ હતી.ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન ફ્રાન્સની મહારાણી મેરી-એન્ટોનેટ જ્યારે જેલમા હતી એ સમયે રાણીની પુત્રી મેડમ રોયલને એક લાકડાના બોક્સમાં આ બ્રેસલેટને ખાનગી રીતે બેલ્જિયમ મોકલી આપવામાં આવ્યુ હતુ.

આગામી 9 નવેમ્બરના રોજ ક્રિસ્ટીનું જીનીવા ખાતે આયોજીત થનાર ભવ્ય જ્વેલ્સ ઓકશન અંગે ક્રિસ્ટીઝ લક્ઝરીના ચેરમેન ફ્રાન્કોઇસ ક્યુરિયલે કહ્યુ કે પાછલા 255થી અધિક વર્ષો દરમિયાન વિશ્વભરના રોયલ હાઉસોમાંથી એકઠા કરેલી ઐતિહાસિક જ્વેલરીને આ ઓકશનમાં ગ્રાહકો માટે ઓફર કરવામાં આવશે.જે પૈકી ફ્રાન્સની મહારાણી મેરી-એન્ટોનેટ ના ઐતિહાસિક 112 નંગ ડાયમંડ જડીત અસાધારણ બ્રેસલેટને આ હરાજીમાં ઓફર કરવુ એ અમારા માટે એક લ્હાવો છે.