હીરાની જર્નીમાં ટ્રેસીબિલિટી સોલ્યુશન માટે ક્યુઆર કોડના ઉપયોગનો નવતર પ્રયોગ

779

DIAMOND TIMES – માઈન્સથી માર્કેટ સુધીની ડાયમંડ જર્નીના દરેક પગલાને રેકોર્ડ કરવા બેલ્જિયમની એક ટેકનોલોજી કંપનીએ QR કોડનો ઉપયોગનો નવતર પ્રયોગ કરવાની જાહેરાત કરી છે.આ કંપનીએ દાવો કર્યો છે કે આ આધુનિક અને નવિનત્તમ ટેકનોલોજી સમગ્ર ઉદ્યોગને ટ્રેસીબિલિટી સોલ્યુશન પ્રદાન કરશે.

બેલ્જિયમ સ્થિત ITraceiT નામની કંપની હાલમાં તેમના ભાગીદારો સાથે આ પાયલોટ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.કંપનીનુ કહેવુ છે કે વર્ષના અંત સુધીમાં આ ટેકનોલોજી વૈશ્વિક સ્તરે કામ કરતી થઈ જશે. કંપનીએ દાવો કર્યો છે કે તેમની કંપની દ્વારા આવિષ્કાર  કરાયેલી આ આધુનિક ટેકનોલોજી તમામ કદના હીરાના સંપૂર્ણ પ્રમાણિકરણ માટે
સંપૂર્ણપણે સુરક્ષિત સાધન હશે.જેની મદદથી દરેક રફ હીરાને એક ક્યૂઆર કોડ સોંપવામાં આવશે જે માઈન્સથી માર્કેટ સુધીની હીરાની જર્નીના દરેક પગલાઓ અને પ્રક્રિયાઓને રેકોર્ડ કરે છે.

ITraceiT કંપનીના સીઈઓ ફ્રેડેરીકએ કહ્યું કે હીરા ઉદ્યોગની મોતી સમસ્યાનું અમારી પાસે એક સંપુર્ણ સમાધાન છે.જે માઈન્સથી માર્કેટ સુધીની હીરાની જર્નીના દરેક પગલાઓ અને પ્રક્રિયાઓને રેકોર્ડ કરી હીરાના અંતિમ ગ્રાહકને આત્મ વિશ્વાસ અપાવવામાં સક્ષમ છે.