પ્રિયંકા ચોપરાએ બલ્ગારી બ્રાન્ડના નવા કલેક્શનને શેર કર્યું.

22

DIAMOND TIMES – એ વાતને કોઈ જ શંકાને સ્થાન નથી કે પ્રિયંકા ચોપરા જે પોશાક પહેરે છે તે ખુબ જ અલગ પ્રકારે પણ ઉચ્ચ સ્તરીય હોય છે.માત્ર પોશાક નહિ,પરંતુ ફેશનના જાણકારો પણ તેની જવેલરીના કલેક્શનની તાકીને રાહ જોતા હોય છે.39 વર્ષીય એક્ટ્રેસ હાલમાં જ ઈટાલીયન લક્ઝરી બ્રાન્ડ બલ્ગારીના નવા જન્ન્નાહ કલેક્શનની જ્વેલરીને નવેમ્બરની શરુઆતમાં દુબઈમાં લોન્ચ કર્યું હતું.નારંગી રંગના દાગીનામાં બનેલા આ કલેકશનમાં તેને જન્નાહ ફ્લાવર કલેક્શન અને જન્નાહ ફ્લાવર ઈયરરિંગ્સ સાથે સ્ટાઇલ કરવામાં આવ્યું છે.18 કેરેટ રોઝ ગોલ્ડમાં સુયોજિત, ગળાનો હાર એક ભૌમિતિક પાંચ પાંખડીઓનું ફૂલ છે.જે હીરા અને મોતીનાં તત્વોથી જડેલું છે,ઇયરિંગ્સ પણ સમાન પેટર્નમાં છે.