પાકિસ્તાનનાં વડાપ્રધાનની ભારતને ફરી ધમકી

187

ડાયમંડ ટાઈમ્સ ન્યુઝ

ભારતને ફરી એક વખત ધમકી આપતા ઇમરાને કહ્યું કે કાશ્મિરની નવી પેઢી પોતાની લડાઇ લડી રહી છે અને પાકિસ્તાન તેમની સાથે છે.તેમણે કહ્યું પાકિસ્તાન પોતાની તરફથી શાંતિ માટે બે પગલા આગળ વધવા માટે તૈયાર છે.

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એક વખત કાશ્મિરનું ગાણું ગાવાનું શરૂ કર્યું છે.શુક્રવારે તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ભારતે છેલ્લા સાત દાયકાઓથી કાશ્મિરનાં લોકોનો અવાજ દબાવ્યો છે.પરંતું પાકિસ્તાન કાશ્મિરનાં લોકોનો સાથે આપશે.ઇમરાન ખાને જમ્મુ-કાશ્મિર અંગે સતત કરેલા ટ્વીટમા કહ્યું કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રનાં નિયમો હેઠળ મુદ્દાનું સમાધાન ઇચ્છે છે.ભારતને ફરી એક વખત ધમકી આપતા ઇમરાને કહ્યું કે કાશ્મિરની નવી પેઢી પોતાની લડાઇ લડી રહી છે અને પાકિસ્તાન તેમની સાથે છે.તેમણે કહ્યું પાકિસ્તાન પોતાની તરફથી શાંતિ માટે બે પગલા આગળ વધવા માટે તૈયાર છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ઇમરાન ખાન ઘણી વખત જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવી ચુક્યા છે, તેમણે દેશમાં આપેલા પોતાના ભાષણો અને આંતરરાષ્ટ્રિય મંચ પર સંબોધન કરવા દરમિયાન કાશ્મિરનો ઉલ્લેખ કર્યો છે, જો કે તેમણે દરેક વખતે ધોબીપછાડ ખાવી પડી છે, કેમ કે ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જમ્મુ-કાશ્મિર ભારતનું અભિન્ન અંગ છે, અને આ ચર્ચાનો વિષય નથી.ઇમરાન ખાને એવા સમયે આ ટ્વિટ કર્યું છે, જ્યારે પાકિસ્તાનનાં સેના પ્રમુખ જનરલ કમર બાજવાએ તાજેતરમાં પોતાનું નિવેદન આપીને ચોંકાવી દીધા હતાં, બાજવાએ એક સંબોધનમાં કહ્યું કે સમય આવી ગયો છે કે વિસ્તારમાં તમામ વિવાદોનું શાંતિપુર્ણ રીતે સમાધાન થવું જોઇએ જેથી દોસ્તીનો હાથ લંબાવી શકાય