75 લાખ ગ્રાહકોના વિજ જોડાણ કાપવાની તૈયારીઓ

170

ડાયમંડ ટાઈમ્સ ન્યુઝ

75 લાખ ગ્રાહકોના વીજ જોડાણ કાપવાની તૈયારીઓને લઈને પાડોશી રાજ્યમાં ભારે ઘમાસાણ મચ્યુ છે.બીજી તરફ ભાજપ આ મુદ્દે દેખાવો કરવા મેદાનમાં આવવાની છે.મળતી વિગતો પ્રમાણે મહારાષ્ટ્રની સરકારી વિજ કંપનીએ બિલ નહીં ભરનારા 75 લાખ ગ્રાહકોના વિજ જોડાણ કાપી નાખવાનુ નક્કી કર્યુ છે.તેનાથી લગભગ 4 કરોડ લોકો પ્રભાવિત થાય તેમ છે.આ નિર્ણય સામે ભાજપના નેતાઓ વિવિધ જિલ્લામાં વીજ કંપનીની ઓફિસો બહાર પ્રદર્શન કરી રહ્યા છે.

ભાજપનુ કહેવુ છે કે કોરોના સંકટમાં નોકરીઓ જતી રહેવાથી લોકો બિલ નથી ભરી શક્યા.મહારાષ્ટ્ર સરકારે કોરોના કાળમાં શરુઆતના તબક્કે વાયદો કર્યો હતો કે વીજ બિલ માફ કરવામાં આવશે. પણ હવે સરકાર તેને આપેલા વચનથી ફરી ગઈ છે.ભાજપના નેતાઓ માંગણી કરી રહ્યા છે કે વીજ બિલની રકમનો ખર્ચો સરકાર ઉઠાવે અને લોકોના વીજ જોડાણ કાપે નહીં.