ભાગેડુ મેહુલ ચોક્સીની પત્ની પ્રીતિ પણ હવે ઇડીના રડારમાં

604

DIAMOND TIMES – ભાગેડુ મેહુલ ચોક્સીની મુસીબત વધી છે પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની પત્ની પણ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની રડારમાં છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર EDની તપાસમાં પ્રીતિ ચોકસી પણ પીએનબી કૌભાંડમાં ભાગીદાર હોવાનું ઉપસ્યું છે

તપાસમાં સંકેત મળ્યા છે કે પ્રીતિ ચોકસીએ પણ પીએનબી કૌભાંડમાં સક્રિય ભૂમિકા નિભાવી છે. EDને કેટલીક કંપનીઓમાં ચોકસીની પત્નીની ભાગીદારીના સબુત મળ્યા છે. જેના આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે PNB સ્કેમમાં તેની ભૂમિકા પણ સક્રિય રીતે રહી હોવી જોઈએ

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવ્યું છે કે મેહુલ ચોકસીની પત્ની પ્રીતિ ચોકસીએ વર્ષ 2013માં Dion Lily નામના વ્યક્તિની મુલાકાત કરી હતી. જે UAE માં ગીતાંજલિ જેમ્સનો કર્મચારી હતો. તેમના માધ્યમથી સીડી શાહ અને સહાયક નેહા શિંદે સાથે મુલાકાત કરી

આ પછી તેમણે ત્રણ ઓફશોર કંપનીઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ત્રણેય કંપનીઓના નામ Ms Charing Cross Holdings ltd, Ms Colindale Holdings Ltd और Hillingdon Holdings Ltd હોવાનું જણાવવામાં આવ્યું છે

કંપનીની માલિકીનો હક પ્રીતિના નામ પર છે. આ સિવાય આ વાત પણ સામે આવી છે કે Hillingdon Holdings કંપનીના એકાઉન્ટમાં 2014 માં મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. મોટી વાત એ છે કે જે કંપનીથી આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા ટતે ગીતાંજલિ ગ્રુપ સાથે જોડાયેલી હતી. અને તપાસ અનુસાર દસ્તાવેજમાં પ્રીતિના નામ પર પૈસાની લેવડદેવડ સામે આવી છે

અહેવાલો અનુસાર તપાસમાં જે ડોક્યુમેન્ટ્સ મળ્યા છે તેમાં લાભાર્થીના નામ રૂપે પ્રીતિનું નામ છે અને તેની સહી પણ છે. આ ખુલાસાઓ અંગે પ્રીતિ તરફથી હજી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે તે સતત પોતાના પતિનો બચાવ કરતી રહી છે. તેણે તાજેતરમાં કહ્યું હતું કે તેને એન્ટિગુઆ અને ડોમિનિકાની ન્યાય પ્રણાલીમાં સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ જે બન્યું તેનાથી તે ડરી ગઈ છે