નાતાલની ઉજવણીના ઉન્માદ વચ્ચે હોલીડે વેચાણે વેગ પકડતાં વૈશ્વિક હીરા બજારમાં હકારાત્મક વલણ

31

DIAMOND TIMES – અમેરીકા-યુરોપ સહીત સમગ્ર વિશ્વમાં નાતાલની ઉજવણીનો ઉન્માદ ચરમસીમાએ છે.કોરોના મહામારીમાં અંકુશ આવવાના પગલે કોરોના ગાઈડ લાઈન હળવી થતા ઘરમા કેદ થયેલા લોકો જીંદગીને મન મુકીને માણી લેવા મથી રહ્યાં છે.આવા સકારાતમક માહોલ વચ્ચે હીરા અને જ્વેલરીના વેચાણ વેગવાન બન્યુ છે.લોકો પોતાના માટે તો હીરા અને હીરા જડીત જ્વેલરીની ધુમ ખરીદી કરી જ રહ્યાં છે,પરંતુ સ્વજન અને મિત્રોને પણ ભેટ આપવા માટે જ્વેલરીની પસંદગી કરી રહ્યાં છે.

એક તરફ હીરા અને હીરા જડીત જ્વેલરીની જંગી માંગ છે.તો બીજી તરફ સારી ગુણવત્તા ધરાવતા પસંદગીના હીરા મોંઘામુલ ચુકવવા છતા પ્રાપ્ય નથી.ફેન્સી હીરામાં મજબૂત માંગ અને પુરવઠાની અછત વચ્ચે કિંમતો ઊંચી છે.1.20 થી 3.99 કેરેટ વજનમાં F-J, VS-SI કેટેગરીના હીરાની શ્રેણી સૌથી ગરમ છે.ઓવલ,પિયર્સ,એમરાલ્ડ, પ્રિન્સેસ, લોંગ રેડિયન્ટ્સ અને માર્ક્વિઝ કટના ફેન્સી હીરાના ઓર્ડરમાં વધારો થયો છે.રાઉન્ડ કટના 1 થી3 કેરેટના હીરામાં G-I, SI1-SI2 કેટેગરીના માલની સારી માંગ છે.

બેલ્જિયમમા કોરોના મહામારી વકરતા સરકારે હોમ ફોર્મ વર્કની જાહેરાત કરી કર્મચારીઓને અઠવાડિયાના ચાર દિવસ ઘરેથી કામ કરવાની સુચના આપે છે.આમ છતા પણ યુએસ અને ચાઈનીઝ હોલિડે ડિમાન્ડના પગલે એન્ટવર્પના ડીલરો ઇચ્છિત ભાવે માલ ખરીદવા સંઘર્ષ કરી રહ્યા છે.1 થી 2 કેરેટની સાઈઝમાં G-H, VVS2-SI,3X કેટેગરીની હીરાના પુરવઠાની તંગી છે.0.50 થી 0.70 કેરેટના હીરાની કીંમતો પણ મજબુત રહી છે.

ઇઝરાયેલના ડીલરો પણ યુએસના ઓર્ડરને ધ્યાનમાં રાખી ખરીદી કરી રહ્યાં છે.પરંતુ યોગ્ય ઇન્વેન્ટરી શોધવી મુશ્કેલ છે.0.30 થી 0.50 કેરેટની સાઈઝના D-G, SI2-I1 કેટેગરીના હીરાનું વેચાણ સારૂ છે.રાઉન્ડ કટમાં 2 થી 5 કેરેટ વજનના L-M, IF-VS કેટેગરીના હીરાની માંગમાં સુધારો થયો છે.ચીન અને અમેરીકાના બજારો તરફથી સારી માંગને કારણે હોંગકોંગના હીરા બજારને પણ ટેકો મળ્યો છે.રાઉન્ડ અને ફેન્સી આકારના 1 કેરેટ વજનના D-I, VS2-SI2, 3X કેટેગરીના હીરાનું મજબૂત વેચાણ છે.જ્યારે 2 થી 5 કેરેટ વજનના G-H, VS,3X કેટેગરીના હીરામાં ચીનના ડીલર્સોએ ખરીદી માટે રુચિ દાખવી હોવાના અહેવાલ છે.