લાપસીના આંધણ મુકી શકાય તેવા અમેરીકાથી આવ્યા ઉત્સાહ જનક સમાચાર

4314

હીરા અને ઝવેરાતના વિશ્વના સહુથી મોટા બજાર અમેરિકામાં રસીના બંને ડોઝ લઈ ચૂકેલા નાગરિકોને માસ્ક પહેરવામાથી તેમજ અમુક કંડીશન હેઠળ સોસિયલ ડીસ્ટન્સ જાળવવામાથી મળી મુકિત …

કોરોના ગાઈડ લાઈનમાથી મુકિત મળતા મોટા સ્ટોર્સમાં મુક્ત મને હીરા જડીત જ્વેલરીની ખરીદી કરવા અમેરીકન યુવા હૈયાઓએ ઉત્સુકતા બતાવતા અબજો ડોલરની બચતનો મોટો હિસ્સો જ્વેલરીની ખરીદી પાછળ ખર્ચાઈ તેવો નેચરલ ડાયમંડ કાઉન્સિલએ મુક્યો અંદાજ …

DIAMOND TIMES -ઈઝરાયેલમાં ફાસ્ટ રસીકરણના પગલે નાગરીકોને ગયા અઠવાડીયે માસ્ક પહેરવામાથી અને સોસિયલ ડીસ્ટન્સ જાળવવામાથી મુક્તિ મળતા ઈઝરાયેલના હીરા બજારો અને હીરા કારોબાર રોકટોક વગર ધમધમવા લાગ્યો છે. ઈઝરાયેલ બાદ હવે હીરા અને ઝવેરાતના મોટા બજાર અમેરીકામાં પણ રસીના બંને ડોઝ લઈ ચૂકેલા નાગરિકોને માસ્ક પહેરવામાથી તેમજ અમુક કંડીશન હેઠળ સોસિયલ ડીસ્ટન્સ જાળવવામાથી આજથી મુકિત આપવામાં આવી છે.

ફેડરલ હેલ્થના અધિકારીઓ અને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડને સમાચાર માધ્યમો દ્વારા જાહેરાત કરી છે કે વેકસીનના બંને ડોઝ લઈ ચૂકેલા નાગરિકોને વોકિંગ,રનિંગ કે બાઈક ચલાવતી વખતે કે પરિવારના સભ્યો દ્વારા આયોજીત થતા નાના ફંકશનોમાં માસ્ક પહેરવામાંથી અને અમુક કંડીશન હેઠળ સોસિયલ ડીસ્ટન્સ જાળવવામાથી મુકિત આપવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે અમેરિકામાં અત્યાર સુધીમાં 42 ટકા નાગરીકોએ રસીનો પહેલો ડોઝ જ્યારે 29 ટકા અમેરિકનોએ વેકસીનનો બીજો ડોઝ લઈ લીધો છે.

મુક્ત પણે મોટા સ્ટોર્સમાં જ્વેલરીની ખરીદી કરવા ભારે ઉત્સુક : અમેરીકન યુવતિ ઓલિવિઆ

વેકસીનના બંને ડોઝ લઈ ચૂકેલા અમેરીકન નાગરિકોને કોરોના ગાઈડ લાઈનમાથી મુકિત મળતા મોટા સ્ટોર્સમાં મુક્ત પણે જ્વેલરીની ખરીદી કરવા અમેરીકન યુવા હૈયાઓ ભારે ઉત્સુક હોવાના સકારાત્મક અહેવાલ મળી રહ્યા છે.ન્યુયોર્ક સ્થિત ઇ-કોમર્સ કંપનીમા કામ કરતી યુવતિ ઓલિવિઆએ મીડીયાને કહ્યુ કે શોપિંગ મારો ખાસ શોખ છે. પરંતુ કોરોનાના કારણે સમગ્ર વર્ષ દરમિયાન શોપિંગથી અળગા રહેવાનો વારો આવ્યો છે. સરકારે જાહેર કરાયેલા આર્થિક પેકેજ અને સમગ્ર વર્ષ દરમિયાન થયેલી બચતના નાણામાથી મોટા સ્ટોર્સમાં મુક્ત પણે જ્વેલરીની ખરીદી કરવા ભારે ઉત્સુક છુ.મારૂ આ સ્વપ્ન સાકાર થવાનો મને ખુબ આનંદ છે.

અબજો ડોલરની બચતનો મોટો હિસ્સો જ્વેલરી પાછળ ખર્ચાઈ તેવો અંદાજ : નેચરલ ડાયમંડકાઉન્સિલ

હીરા અને ઝવેરાતના કારોબારને પ્રોત્સાહન આપતી વૈશ્વિક સંસ્થા નેચરલ ડાયમંડ કાઉન્સિલ(એનડીસી) એ વર્ષ 2020ના અંતિમ ચરણમા 18 થી 39 વર્ષની વયના 5000 યુવાઓ પર સંશોધન હાથ ધર્યુ હતુ.જે પૈકી 90 ટકા યુવાઓની પ્રથમ પસંદ હીરા અને હીરા જડીત આભુષણો છે. એનડીસીએ કહ્યુ કે 64 ટકા અમેરીકન નાગરીકોએ આ વર્ષે હીરા જડીત ઝવેરાત ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

બાઈડેન સરકારે જારી કરેલા આર્થિક પેકેજથી અમેરિકન નાગરીકોને સરકાર તરફથી દર સપ્તાહે રૂપિયા 43 હજારની મદદ મળી છે.ઉપરાંત લોકડાઉનના કારણે ઘરની બહાર નહી નીકળી શકવાને કારણે ખર્ચ પર આવેલા ઓટોમેટીક અંકુશથી અમેરીકનોએ ગત વર્ષ દરમિયાન રૂપિયા 11.62 લાખ કરોડની બચત કરી છે.સરકારી મદદ અને બચતનો કરોડો ડોલરનો મોટો હિસ્સો હીરા જડીત જ્વેલરીની ખરીદી પાછળ વાપરવાની અમેરીકન નાગરીકોએ ઇચ્છા જાહેર કરી છે.જેથી અબજો ડોલરની બચતનો મોટો હિસ્સો હીરા જડીત જ્વેલરીની ખરીદી પાછળ ખર્ચાઈ તેવો નેચરલ ડાયમંડકાઉન્સિલે અંદાજ મુક્યો છે.