DIAMOND TIMES – યુએસ સ્થિત સ્ટેફની ગોટલીબ નામની મહીલા ઝવેરીએ બૂમચિકપોપ પોપકોર્ન બ્રાન્ડ સાથે ભાગીદારીમાં 3.66 કેરેટ હીરા જડીત પોપકોર્ન આકારની ડાયમંડ એન્ગેજમેન્ટ રીંગ બનાવી છે. આ રીંગની કિંમત 50,000 યુએસ ડોલર એટલે કે અંદાજીત રૂપિયા 38 લાખ આસપાસ છે. આ રીંગનું ઓનલાઈન વેચાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સાદા યેલો ગોલ્ડમાથી બનાવેલી પોપકોર્ન આકારની આ ડાયમંડ એન્ગેજમેન્ટ રીંગના સેન્ટ્રલમાં “બાથટબ બેઝેલ”આકાર તૈયાર કરવામાં આવ્યો છે.જેની અંદર 3.66 કેરેટ વજન અને VVS ક્લેરીટીનો કુદરતી હીરો જડવામાં આવ્યો છે. આ હીરાને ખાસ પ્રકારના 11 કેરેટ વજનના રફ હીરામાથી તૈયાર કરવામાં આવ્યો છે.સત્તાવાર GIA કલર સ્કેલ પર તેનો કલર ફેન્સી પીળા કલરની નજીક છે અને તેને Y-Z તરીકે ક્લાસિફાઇડ કરવામાં આવ્યો છે.
અમે અનેક હીરાને અસામાન્ય આકાર આપ્યા છે : સ્ટેફની ગોટલીબ
યુ.એસ.માં 2013 માં જ્વેલરી કંપનીની સ્થાપના કરનાર ગોટલીએબે જણાવ્યું હતું કે વિચાર એવી રીંગ બનાવવાનો હતો જે પોપ કરવા માટે યોગ્ય હોય, તેથી આ પોપકોર્ન કટ ડાયમંડ રીંગને તે ખાસ દિવસ માટે સુંદર ડિઝાઇનને ધ્યાન માં રાખીને તૈયાર કરવામાં આવી હતી.અ અગાઉ પણ અમે અનેક હીરાને અસામાન્ય આકાર આપ્યા છે,જેમાં શ્વાનથી લઈને ઘોડા સુધીનો સમાવેશ થાય છે.