ઓગસ્ટ 2021માં ભારતની કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં 68.64 ટકાની વૃદ્ધિ

929

DIAMOND TIMES – ઓગસ્ટ-2020માં થયેલી 1216.70 મિલિયન અમેરીકી ડોલરની તુલનાએ ભારતની કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ ઓગસ્ટ 2021માં 68.64 ટકા વધીને 2051.88 મિલિયન અમેરીકી ડોલરની થઈ છે.જ્યારે ઓગસ્ટ- 2021 માં કટ અને પોલિશ્ડ હીરાની આયાત 121.25 મિલિયન અમેરીકી ડોલર નોંધાઈ છે.જે ગત વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં 179.19 મિલિયન અમેરીકી ડોલરની સરખામણીમાં 32.33 ટકા ઘટી છે.ઓગસ્ટ 2021માં રફ હીરાની આયાત 142.65 ટકાની વૃદ્ધિ સાથે 497.51 મિલિયન અમેરીકી ડોલર રહી છે.જે ઓગસ્ટ 2020માં 1207.19 મિલિયન અમેરીકી ડોલર હતી.

એપ્રિલ 2021થી ઓગસ્ટ 2021 સુધીના સમયગાળામાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ 10574.22 મિલિયન અમેરીકી ડોલર થઈ છે,જે અગાઉના વર્ષના સમાન સમયગાળા માં થયેલી 3936.82 મિલિયન અમેરીકી ડોલરની સરખામણીમાં 168.60ની વૃદ્ધિ નોંધાવે છે.એપ્રિલ 2021થી ઓગસ્ટ 2021 દરમિયાન કટ અને પોલિશ્ડ હીરાની આયાત 588.91 મિલિયન ડોલર હતી.જે અગાઉના વર્ષના સમાન સમયગાળા માટે 683.23 મિલિયનડોલરની તુલનામાં 13.81 ટકાનો ઘટાડો દર્શાવે છે.એપ્રિલ 2021થી ઓગસ્ટ 2021 સુધીમાં DTA (ડોમેસ્ટિક ટેરિફ એરિયા)માં કટ અને પોલિશ્ડ હીરાની આયાત 134.48 મિલિયન ડોલર હતી,જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 63.44 મિલિયન ડોલરની તુલનામાં 111.98 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

SEZમાં એપ્રિલ 2021થી ઓગસ્ટ 2021 સુધી કટ અને પોલિશ્ડ હીરાની આયાત 454.43 મિલિયન ડોલર હતી.જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 619.79 મિલિયન ડોલરની તુલનામાં 26.68 ટકાનો ઘટાડો દર્શાવે છે.એપ્રિલ 2021 થી ઓગસ્ટ 2021 દરમિયાન રફ હીરાની આયાત 7413.15 મિલિયન ડોલર રહી છે.જે અગાઉના વર્ષના સમાન સમયગાળા માટે 1210.26 મિલિયન ડોલરની તુલનામાં 512.52 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.

એપ્રિલ 2021થી ઓગસ્ટ 2021ના સમયગાળામાં 68,786 મિલિયન કેરેટ રફ ડાયમંડની આયાત થઈ છે.જે અગાઉના વર્ષ દરમિયાન 15.104 મિલિયન કેરેટની તુલનાએ 355.41 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.એપ્રિલ 2021થી ઓગસ્ટ 2021 ના ​​સમયગાળામાં લેબગ્રોન હીરાની નિકાસ 494.94 મિલિયન ડોલર થઈ છે.જે અગાઉના વર્ષના 127.74 મિલિયનના તુલનાત્મક આંકડા કરતાં 287.46 ટકાનો વધારો દર્શાવે છે.