DIAMOND TIMES –ગત તારીખ 15 ડિસેમ્બરે રાત્રીના સમયે તમિલનાડુના વેલ્લોર સ્થિત જવેલરી સ્ટોરની દીવાલમાં બાકોરૂ પાડી કેટલાક શખ્સો દ્વારા કરોડોની કીંમતની જવેલરીની ચોરી કરાતા આ બનાવના પગલે પોલિસ દોડતી થઈ ગઈ હતી.પોલિસે શહેર અને રાજ્યની નાકાબંધી કરી ચોર ટોળકીને ઝડપી લેવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.આખરે ચોર ગેંગની તુલનાએ પોલિસ એક ડગલુ આગળ રહેતા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને બાતમીના આધારે પોલિસે આ ચોર ટોળકીને ઝડપી પાડી કબ્રસ્તાનમા છુપાવેલી કરોડોની કીંમતની ગોલ્ડ જ્વેલરીની પણ રીકવરી કરી લીધી છે.
આ ઘટના અંગે મળતી માહીતી મુજબ દક્ષિણ ભારતના તમિલનાડુના વેલ્લોર શહેરમાં વિખ્યાત જોસ અલુક્કાસ જવેલરી સ્ટોર આવેલો છે.ગત તારીખ 15 ડિસેમ્બરે રાત્રીના સમયે આ જવેલરી સ્ટોરની દીવાલમાં બાકોરૂ પાડી કેટલાક શખ્સો દ્વારા કરોડોની કીંમતની જવેલરીની દીલધડક ચોરી આચરવામાં આવી હતી.ચોરીની આ ઘટનાના પગલે પોલિસ દોડતી થઈ ગઈ હતી.પોલિસે નાકાબંધી કરી ચોર ટોળકીને ઝડપી લેવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.લગભગ 200 સીસીટીવી રેકોર્ડિંગ્સને તપાસ્યા પછી પ્રથમ એક શંકાસ્પદની ધરપકડ કર્યા બાદ આ ગુનામાં સામેલ સમગ્ર ટોળકી પોલિસના સકંજામા આવી હતી.ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યા પછી ઓડુકાથુર શહેરના કબ્રસ્તાનમા છુપાવવામાં આવેલા અંદાજે દશ કરોડની કીંમતના 16 કિલો સોનાના આભુષણો પણ પોલિસે રીકવર કર્યા છે.
આ ઘટના અંગે પોલિસ અધિકારીઓએ પત્રકારોને માહીતી આપતા કહ્યુ કે આ એક સાવધાની પૂર્વક કરેલું આયોજન હતુ.ચોરીની ઘટનાને અંજામ આપવા જવેલરી સ્ટોરની દીવાલમાં બાકોરૂ પાડવા ચોર ટોળકીએ 10 દિવસનો સમય લીધો હતો.ચોર ટોળકીએ યુટ્યુબમાથી વિડીયો જોઇને શીખેલી તકનીકનો ઉપયોગ કરીને આ ગુનો કર્યો હતો.પરંતુ પોલિસ તેનાથી એક ડગલુ આગળ રહેતા આખરે આ ઘટનાના પાંચ દીવસ પછી સોનાના આભુષણોની રિકવરી કરી પોલિસે આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.