DIAMOND TIMES-ઇજિપ્તની મહારાણીનો 217 કેરેટ વજનના હીરા જડીત ગળાના હારની ચોરીનો પ્રયાસ ફ્રાન્સ ની પોલિસે નિષ્ફળ બનાવ્યો છે.આ હાર પેરિસના મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીમાં રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે આ મ્યુનિઝિયમમાં કીંમતિ રત્નો, વેન ક્લીફ એન્ડ આર્પેલ્સ દ્વારા નિર્મિત 200 થી વધુ મુલ્યવાન ઝવેરાત, એક્ઝિબિશનમાં મુકી શકાય તેવી ઓબ્જેટ્સ ડી’આર્ટની 500 થી વધુ વસ્તુઓ અને ઝવેરાતનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે 1952 માં ઇજિપ્તમાં રાજાશાહીનો અંત આવતા તેની મહારાણી પતિથી છૂટાછેડા લઈ અમેરીકા ભાગી ગઈ હતી.બાદમાં જ્યારે મહારાણી આર્થિક મુશ્કેલીમાં આવી ત્યારે તેણીએ યુનિક દાગીના સંગ્રહમાથી અનેક મુલ્યવાન રત્નો અને આભુષણો વેંચી દીધા હતા.
લે પેરિસિયન અખબારના અહેવાલમાં જણાવ્યા મુજબ રાજધાની નજીક આવેલા જંગલમાથી ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. 217 કેરેટ વજનના કુલ 673 હીરા જડીત કીંમતિ હાર ફ્રેન્ચ જ્વેલર વેન ક્લીફ અને આર્પેલ્સ દ્વારા 1939માં ક્વીન નાઝલી માટે બનાવવામાં આવ્યો હતો.આ હારને ઓકશન હાઉસ સોથેબી દ્વારા 2015માં 5.8 મિલિયન ડોલરમાં હરાજીમાં વેચવામાં આવ્યો હતો.