આપણું લોકતંત્ર વેસ્ટર્ન ઈન્સ્ટિટ્યૂશન નહી પરંતુ એક હ્યુમન ઈન્સ્ટીટ્યૂશન છે.ભારતનો ઈતિહાસ લોકતાંત્રિક મુલ્યોથી ભરેલો છે.પ્રાચીન ભારતમાં 81 ગણતંત્રનું વર્ણન મળે છે.આપણે દુનિયા પાસે લોકતંત્ર શિખવાની જરૂર નથી, ભારત મધર ઓફ ડેમોક્રેસી છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
PM મોદીની ખેડૂત આંદોલનકારીઓને અપીલઃ આંદોલન પૂર્ણ કરો, MSP હતું, MSP છે અને MSP રહેશે…
રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કર્યું હતુ.તેમણે કહ્યું કે દુનિયા સમગ્ર વિશ્વ પડકારોનો સામનો કરી રહ્યું છે.ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આ બધી બાબતોમાંથી પસાર થવું પડશે.આ દશકાના પ્રારંભમાં જ આપણા રાષ્ટ્રપતિએ સંયુક્ત સંદનમાં જે અભિભાષણ આપ્યુ એ આત્મવિશ્વાસ વધારનાર,આત્મનિર્ભર ભારતનો રસ્તો બતાવનાર માર્ગદર્શક હતુ.તેમણે કહ્યું કે રાજ્યસભામાં જે સાંસદોએ પોતાના વિચારો રજૂ કર્યા તે બધાનો આભાર માનુ છું. રાષ્ટ્રપતિનું અભિભાષણ સાંભળવા માટે વિપક્ષ પણ હાજર હોત તો લોકશાહીની ગરિમા હજી પણ વધી જાત.
વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આપણે આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે.આ પર્વ કઈક કરવાની તક આપે છે. આપણે ભવિષ્યને ધ્યાનમા રાખીને વિચારવું જોઈએ કે આઝાદીના 100 વર્ષ પછી 2047માં આપણે ક્યાં હોઈશું.આજે વિશ્વની નજર ભારત પર છે. તેમણે તક અંગે ચર્ચા કરતા ’ તક તેરે લઈ ખડા હૈ, ફિર ભી તૂ ચૂપચાપ પડા હૈ. તેરા કર્મક્ષેત્ર બડા હૈ, પલ-પલ હૈ અનમોલ, અરે ભારત ઉઠ, આંખે ખોલ.’મૈથિલીશરણ ગુપ્તની આ કવિતાના મધ્યમથી વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.
તેમણે કહ્યું કે, કોરોના સંકટ આવ્યું તો ભારત માટે દુનિયા ચિંતિત હતી.જો ભારત ખુદ તેમને નહી સંભાળી શક્યું તો પછી દુનિયા માટે સંકટ હશે. ભારતે પોતાના દેશના નાગરિકોની રક્ષા કરવા માટે એક અજ્ઞાત દુશ્મન સામે જંગ લડ્યો.પરંતુ આજે દુનિયા આ વાત પર ગર્વ કરી રહી છે કે ભારતે આ લડત જીતી છે.આ લડત કોઈ સરકાર કે વ્યક્તીની નથી પરંતુ સમગ્ર હિદુસ્તાનને તેનો જશ જાય છે.જે દેશને ત્રીજી દુનિયાનો ભાગ માનતો હતો એવા ભારતે એક વર્ષમાં બે વેક્સિન બનાવી છે.અને દુનિયાને મદદ પણ કરી છે.જ્યારે કોરોનાની દવાની અછત હતી ત્યારે ભારતે 150 દેશોને દવા પહોંચાડી. હવે જ્યારે વેક્સિન આવી ગઈ છે ત્યારે પણ દુનિયાને ભારત જ વેક્સિન આપી રહ્યું છે.