PM કિસાન યોજના:32.91 લાખ લોકો યોજનાના લાભ માટે અયોગ્ય

249

કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે સંસદમાં કહ્યું છે કે અમુક અયોગ્ય ખેડુતો પણ આ યોજનાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.આ યોજના હેઠળ 32.91 લાખ અયોગ્ય લાભાર્થીઓનાં ખાતામાં 2326 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઇ ચુક્યા છે.ઇન્કમટેક્સ ભરતા કેટલાક ખેડુતો પણ આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે.રાજ્ય સરકાર દ્વારા આવા ખેડુતોને શોધી કાઢીને તેમના વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત વર્તમાન સમયે 11 કરોડ 53 લાખ લાભાર્થીઓછે.આ લાભાર્થીઓને મોદી સરકાર દર વર્ષે પ્રતિ ત્રણ મહીને રૂપિયા બે હજાર લેખે વાર્ષિક 6000 રૂપિયા બેંક ખાતામા જમા કરે છે.પરંતુ પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો અમુક લોકો ગેર ફાયદો ઉઠાવી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે.જે અંગે તપાસ કરતા PM કિસાન યોજનામા 32.91 લાખ અયોગ્ય લોકોનો ડેટા સામે આવ્યો છે.આ 32.91 લાખ અયોગ્ય લાભાર્થીઓનાં ખાતામાં સરકારે 2326 કરોડ રૂપિયા મોકલી આપ્યા છે.
પરિવારનો કોઇ પણ સભ્ય ઇન્કમટેક્સ ભરતા હોય તો આવા ખેડુત પરિવાર યોજનાનો લાભ લેવા હકદાર નથી.જે લોકો ખેતીની જમીનનો ઉપયોગ કૃષિકામ ના બદલે અન્ય કાર્યમા કરતા હોય,જમીન પિતા કે દાદાનાં નામે હોય,જો કોઇ ખેડુત ખેતીની જમીનો માલિક છે.પરંતું તે સરકારી કર્મચારી છે અથવા રિટાયર્ડ થઇ ચુક્યા હોય,સાંસદ, ધારાસભ્ય, પ્રધાન રહી ચુક્યા હોય,પ્રોફેસનલ રજીસ્ટર્ડ ડોક્ટર, એન્જીનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તેમના પરિવારનાં લોકોને પણ આ યોજનાનો લાભ નહીં મળી શકે.

તોમરે સંસદમાં એક લિખિત જવાબમાં જણાવ્યું કે વિવિધ અધિકારીઓ દ્વારા ખરાઇ કરીને તેની ખામીઓ દુર કરવામાં આવી છે. જો કે ખરાઇ પ્રક્રિયા દરમિયાન જાણી શકાયું કે 32,91,152 અયોગ્ય લાભાર્થીઓને ખાતામાં 2,326.88 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા છે, તેમાં બ્લોક, જિલ્લા સ્તરનાં અધિકારીઓની શાખનો ઉપયોગ કરીને અયોગ્ય ખેડુતોની પણ ખરાઇ કરવામાં આવી હતી.