સુરતની મુલાકાતે આવેલા પીયૂષ ગોયલ સમક્ષ હીરા અગ્રણીઓના પ્રતિનિધી મંડળે વિવિધ સમસ્યા નિવારવા રજુઆત કરી

1167

DIAMOND TIMES – ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજે ​​સુરતની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન પીયૂષ ગોયલ સમક્ષ હીરા અગ્રણીઓના પ્રતિનિધી મંડળે વિવિધ સમસ્યા નિવારવા રજુઆત કરી હતી.જેમા કાપડ અને રેલવે મંત્રી દર્શનાબેન જરદોશે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ.

જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડીયા,સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ ભાઈ લખાણી,પદ્મશ્રી મથુરભાઈ સવાણી,ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ,સેવંતિભાઈ શાહ સહીતના અગ્રણીઓના પ્રતિનિધી મંડળે પીયૂષ ગોયલ સમક્ષ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઝડપથી છુટી કરવા,રફ હીરાની ખરીદી પર લાદવામાં આવેલ 2 ટકા ટેક્સ નાબુદ કરવાતેમજ હીરા-ઝવેરાત માટે ફોરેન ટ્રેડ પોલિસી અનુકુળ બનાવવા સહીતની સમસ્યાઓ અંગે રજુઆત અને ચર્ચા કરતા કહ્યુ કે કાઉન્સીલ સરકારના ઉદ્યોગ લક્ષી અભિગમની પ્રશંસા કરે છે.તેમજ વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ આવે તેવી અપેક્ષા રાખે છે.

આ રજુઆતનો સકારાત્મક પ્રતિભાવ આપતા પિયુષ ગોયલે કહ્યુ કે પ્રતિનિધિ મંડળની રજૂઆત અને કાઉન્સિલના પ્રસ્તાવની સંબંધિત વિભાગ સાથે સમીક્ષા અને ચર્ચા ઝડપથી યોગ્ય કરવાની ખાત્રી આપુ છુ.અમારો વિભાગ હીરા અને ઝવેરાત ઉદ્યોગની સમસ્યા સમજવા અને ઉકેલવા ઉત્સુક હરહંમેશ ઉત્સુક છે.