આ ગુલાબી હીરાએ કેરેટ દીઢ સૌથી ઉંચી કીંમત મેળવી રચી દીધો ઇતિહાસ

943

DIAMOND TIMES – ઓસ્ટ્રેલિયાની આર્ગાઈલ ખાણમાથી મળી આવેલા ગુલાબી હીરાએ ઓનલાઈન કે ટેન્ડર દ્વારા થતા હીરાના વેંચાણને લઈને રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.2 કેરેટ વજનનો આ ફેન્સી ગુલાબી હીરો સૌથી મોંઘો હીરો  બની ગયો છે. ઓસ્ટ્રેલિયન ફાઇનાન્સિયલ ટેક્નોલજી સ્ટાર્ટ-અપ યોર ડાયમંડ. કોમ (yourdiamonds.com) દ્વારા વેંચાણ માટે મુકવામાં આવેલા આ ફેન્સી પર્પલીશ હીરાને એક શ્રીમંત ખરીદદારે 1.62  મિલિયન અમેરીકન ડોલર      (અંદાજીત  રૂપિયા 12કરોડ 14 લાખ) માં ખરીદી લીધો છે. જેની પ્રતિ કેરેટ કીંમત 81 મિલિયન અમેરીકન ડોલર એટલે કે અંદાજીત 6 કરોડ 7 લાખ રૂપિયા જેટલી થાય છે.

ઉલ્લેખનિય છે કે હીરાના પ્રખ્યાત કલેક્ટર બ્રિસ્બેન ડી ફિટ્ઝપટ્રિક દ્વારા 1988માં હસ્તગત કરાયેલો આ ઐતિહાસિક ફિટ્ઝપટ્રિક પિંક ડાયમંડના હાલના ખરીદદારનું નામ ખાનગી રાખવામાં આવ્યુ છે.આ હીરાએ ઉચ્ચ કીંમતને લઈ ને ઇતિહાસ રચવાની સાથે અત્યાર સુધી કોઈપણ હીરા અથવા જ્વેલરી પીસના વેંચાણના તમામ રોકોર્ડ બ્રેક કર્યા છે.જેમા એપ્રિલ-2021માં આયોજીત થયેલી લિયોનાર્ડ જોએલ હરાજીમાં 870,000 અમેરીકી ડોલરની અત્યંત ઉચી કીંમતે વેંચા યેલા 25.02 કેરેટ વજનના ચોરસ નીલમ-કટ ડાયમંડનો પણ રેકોર્ડ તોડ્યો છે.આ હીરાની પ્રતિ કેરેટ 12429 અમેરીકી ડોલર એટલે કે અંદાજીત રૂપિયા 9 લાખ 32 હજારની કીંમત મળી હતી.

યોર ડાયમંડ.કોમના સીઈઓ અને સોથેબીના ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ચેરમેન ટોમ ગુડમેને કહ્યુ કે ગત વર્ષ નવેમ્બર-2020માં આર્ગાઈલ ખાણ બંધ થઈ ત્યા સુધીમાં વિશ્વના કુલ પૈકી 90 ટકા ગુલાબી હીરા આર્ગાઈલ ખાણમાથી મળી આવ્યા છે.તેમણે ઉમેર્યુ કે આગામી જુલાઈ બાદ હવે નવેમ્બર-2021અને જુલાઈ 2022માં વધુ બે જાહેર ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે.