હોંગકોંગ ઓક્શનમાં સૌથી દુર્લભ પર્પલ પિંક ડાયમંડ રેકોર્ડ બ્રેક 218 કરોડમાં એશિયાના ગ્રાહકે ખરીદ્યો

1016

DIAMOND TIMES – 15.81 કેરેટનો ધ સકુરા નામથી વિખ્યાત સૌથી દુર્લભ પર્પલ પિંક ડાયમંડે સૌથી મોટી હરાજીનો રેકોર્ડ બનાવ્યો છે.અગ્રણી ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝનાં જ્વેલરી ડિપાર્ટમેન્ટ દ્વારા હોંગકોંગમાં આયોજીત થયેલા ઓક્શનમાં પ્લેટિનમ અને સોનાની રિંગમાં જડવામાં આવેલો આ હીરો 29.3 મિલિયન ડોલર એટલે કે અંદાજીત 218 કરોડ રૂપિયામાં એક એશિયન ગ્રાહકે ખરીદી લીધો છે.જો કે આ ડાયમંડની ખરીદી કરનાર ગ્રાહક અંગે ક્રિસ્ટીઝ દ્વારા કોઇ વધુ માહિતી આપવામાં નથી આવી.

ક્રિસ્ટીઝ જ્વેલરી ડિપાર્ટમેન્ટના વિકી સેફે કહ્યું કે અમે જ્વેલરીની હરાજીના ઈતિહાસમાં એક વધુ મહત્વપૂર્ણ અધ્યાય લખવાને લઈને ઘણા ઉત્સાહિત છીએ.પ્લેટિનમ અને સોનાની રિંગમાં જડવામાં આવેલા આ ડાયમંડની હરાજી દરમિયાન ડાયમંડ આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો.

એક રિપોર્ટ અનુસાર ગત વર્ષે 196 કરોડ રૂપિયામાં 14.8 કેરેટના પર્પલ પિંક ડાયમંડ ધ સ્પિરિટ ઓફ રોઝની હરાજી થઈ હતી.ત્યાર બાદ ધ સકુરા ડાયમંડના વજન અને હરાજીની કિંમતે તેનો રેકોર્ડ તોડ્યો છે. ડાયમંડના કલર અને તેમાં કોઈ ખામી ન હોવાને કારણે તેને ફેન્સી વિવિડ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે.વિશ્વમાં માત્ર 1 ટકા ગુલાબી હીરા જ 10 કેરેટથી મોટા હોય છે.અને તેમાંથી માત્ર 4%ને ફેન્સી વિવિડ ગ્રેડ મળે છે.