ફિલિપ્સ જ્વેલ્સ એન્ડ જેડાઇડ હોંગકોંગ હરાજીમાં 3.4 મિલિયન ડોલરના હીરા અને અલંકાર વેચાયા

DIAMOND TIMES – હોંગકોંગમાં હાલના દિવસોમાં યોજાયેલા ફિલિપ્સ જ્વેલ્સ એન્ડ જેડાઇટ હરાજીમાં 3.4 મિલિયન ડોલરના હીરા અને અલંકારનું વેચાણ થયુ હતુ.જો કે કેટલાક ટોચના આભુષણો અનસોલ્ડ રહ્યા હતા.

ફિલિપ્સ જ્વેલ્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અગ્રણી અલંકારમાં 45.02 કેરેટ બર્મીઝ રૂબી અને હીરાનો હાર હતો, જે તેના અંદાજ પ્રમાણે 385,258 ડોલરમાં વેચાયો હતો. કોલમ્બિયન એમરાલ્ડ અને હીરાના 21.47-કેરેટ સાથેના બ્રેસલેટ સેટે તેની પૂર્વ અંદાજિત કિંમત શ્રેણીમાં 353,153માં વેચાઇ હતી. જેણે હરાજીમાં બીજું સ્થાન મેળવ્યું હતું.

અન્ય નોંધપાત્ર વસ્તુઓમાં બર્મીઝ રુબી અને હીરાના 17.08 કેરેટના બ્રેસલેટનો સમાવેશ થાય છે. જે 321,048 ડોલરના અંદાજથી ઉપરના ભાવે વેચાયો હતો.કેટલાક રંગીન હીરા પણ લોકપ્રિય સાબિત થયા હતા. જેમા હૃદય આકારની, 1.55-કેરેટ, ફેન્સી-ઇન્ટેન્સ-પર્પલીશ- પિંક ડાયમંડ વીંટી 176,576 ડોલરમાં વેચાઈ હતી, જ્યારે કટ-કોર્નરવાળી લંબચોરસ મોડિફાઈડ બ્રિલિયન્ટ-કટ, 1.51-કેરેટ, ફેન્સી-ડીપ-પર્પલ-પિંક હીરાની વીંટી 2046 ડોલરમાં વેચાઈ હતી. બંને ઝવેરાત તેમના પ્રીસેલ અંદાજ પ્રમાણે જ વેચાયા હતા.

દરમિયાન એક અનમાઉન્ટેડ ઓવલ શેપ્ડ, 20.30-કેરેટ, D-ફ્લુલેસ ડાયમંડ કે જેનો અંદાજ 1.9 મિલિયન ડોલર સુધીનો હતો.તેનું વેચાણ નિષ્ફળ રહ્યુ હતુ. અન્ય બ્રિલિયન્ટ-કટ, 9.43-કેરેટ, ડી-ફ્લુલેસ હીરાની વીંટીનો 880,000 ડોલરનોનો ઊંચો અંદાજ હતો, પિઅર આકારના, ડી-કલર, 5.02 અને 5.03 કેરેટ વજનના ઇન્ટરનલ ફ્લુલેસ હીરાની બુટ્ટીઓનો સમૂહ 580,000 ડોલરની ઊંચી પ્રીસેલ કિંમત સાથે હતો તેને પણ ખરીદદાર મળી શક્યા ન હતા. કુલ મળીને ફિલિપ્સના આ વેચાણમાં 71 ટકા વસ્તુઓનું વેચાણ થયું હતું.