હીરા જડીત સનગ્લાસ ધારણ કરી રેપર ફેરેલે આપ્યુ જક્કાશ પર્ફોમન્સ

DIAMOND TIMES – અમેરીકન નાગરીકો સહીત સેલિબ્રિટીઓ હીરાના પ્રેમમાં પાગલ હોય છે.મહીલાઓ તો ઠીક પુરૂષો પણ આ મામલે જરાય પાછળ નથી.તેનુ ઉદાહરણ જોઇએ તો એક અમેરીકન રેપર અને સિંગર લીલ ઉઝી વર્ટએ અબજો રૂપિયાના ખર્ચે 10 કેરેટથી વધુ વજનનો એમરાલ્ડ કટનો કુદરતી ગુલાબી હીરો તેના કપાળમાં લગાવ્યો હતો.

આ ઉપરાંત અમેરીકન સિંગર પોસ્ટ મલોને પણ દાંતમાં 12 કેરેટનો હીરો ફીટ કરાવ્યો છે.દંત ચિકિત્સક થોમસ કોનેલીએ આ હીરો લગાવવામાં18 મહિના સખત મહેનત કરવી પડી હતી.હવે તાજા સમાચાર એ છે કે અમેરીકાના રેપર ફેરેલ વિલિયમ્સે ટિફની એન્ડ કંપની દ્વારા નિર્મિત હીરા જડીત આકર્ષક સનગ્લાસ ધારણ કરી પેરિસ ફેશન શો માં પર્ફોમન્સ આપી ધુમ મચાવી છે.આ હીરા જડીત સન ગ્લાસની કીંમત કરોડોની આંકવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ હીરા જડીત આકર્ષક હીરા જડીત સનગ્લાસ ફેરેલ વિલિયમ્સની પસંદગી મુજબના તૈયાર કરવામાં આવ્યા હતા.18 કેરેટ સોનાની ફ્રેમમાં 25 કેરેટ વજનના કુલ વજન 61 નંગ રાઉન્ડ હીરા અને એમરાલ્ડ જડવામાં આવ્યા છે.અમેરીકાના રેપર ફેરેલ વિલિયમ્સે હીરાના પ્રમોશન માટે 48 વર્ષીય મલ્ટિપલ ગ્રેમી એવોર્ડ વિજેતા ન્યૂયોર્કની એક ઝવેરી કંપની સાથે સહયોગ કરવાના પણ સંકેત આપ્યા હતા.