DIAMOND TIMES – પેટ્રા ડાયમંડ કંપનીએ નાણાકીય વર્ષના ત્રીજા ટેન્ડર ચક્ર દરમિયાન 128.3 મિલિયન ડોલર ની રફનું વેચાણ કર્યુ છે.જૂન 2021 સુધીના છ મહિનામાં પેટ્રાના રફ હીરાની કીંમતમા સરેરાશ 16 ટકાનો વધારો નોંધાયો છે.
યુકે સ્થિત પેટ્રા ડાયમંડ કંપનીના અહેવાલ મુજબ તેણે નાણાકીય વર્ષના ત્રીજા ટેન્ડર ચક્ર દરમિયાન 128.3 મિલિયન ડોલરની કીંમતના કુલ 885,136 કેરેટ રફ હીરાનું વેંચાણ કર્યુ છે.રફ હીરાના આ જથ્થામાં કુલીનન ખાણમાંથી મળી આવેલો 295.8 કેરેટ વજનનો સફેદ હીરો પણ સામેલ છે.295.8 કેરેટના આ સફેદ કલરના હીરાને 13.9 મિલિયન ડોલરની કીંમતે ભારતિય મુળની અને દુબઈ સ્થિત સ્ટાર જેમ્સ દ્વારા ખરીદવામાં આવ્યો છે.આ ઉપરાંત 32.32 કેરેટના ગુલાબી હીરાને 13.8 મિલિયન ડોલરની કીંમતે ડાયકોર ઇન્ટરનેશનલ કંપનીએ ખરીદ્યો છે.
પેટ્રા ડાયમંડ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ ડફીએ કહ્યુ કે તાજેતરના રફ ટેન્ડર ચક્રમાં રફ હીરાના પુરવઠાની અછત સ્પષ્ટ પણે જોઇ શકાય છે.રફ હીરાની વૈશ્વિક જંગી માંગને ધ્યાનમાં રાખી દક્ષિણ આફ્રિકામાં આવેલી ફિન્શ,કુલિનન અને કોફીફોન્ટેન ત્રણ ખાણ અને તાંઝાનિયાની પિટ ખાણ વિકસાવવામાં પર કંપનીએ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.