પેટ્રાને કુલિનન ખાણમાંથી 39 કેરેટનો વાદળી કલરનો દુર્લભ હીરો મળી આવ્યો

1255

DIAMOND TIMES – દક્ષિણ આફ્રિકા ખાતે આવેલી પેટ્રાની માલિકીની કુલિનાન ખાણમાંથી પેટ્રા કંપનીને એક વિશાળ IIB પ્રકારનો વાદળી કલરનો દુર્લભ હીરો મળી આવ્યો છે.

ગત નવેમ્બર મહીનામાં પેટ્રા કંપનીને લેટલાપા તાલા વિસ્તારમાંથી 27.75 કેરેટ થી લઈને 9.61 કેરેટ વજનના વિવિધ પ્રકારના કુલ પાંચ રફ હીરા મળી આવ્યા હતા. આ હીરાને સાઉથ આફ્રીકાની કંપની ડાયાકોર અને ડીબિયર્સએ 40.36 મિલિયન ડોલરની માતબર કીંમતે ખરીદ્યા હતા. એ તમામ રફ હીરાઓની તુલનાએ તાજેતરમા મળી આવેલો આ 39.34 કેરેટ વજન ધરાવતો રફ હીરો નોંધપાત્ર રીતે ખુબ મોટો છે. વળી આ રફ હીરો તેના રંગ અને શુધ્ધતાને કારણે અપવાદરૂપ ગુણવત્તા ધરાવતો દુર્લભ હીરો હોવાનું માનવામાં આવે છે.આ હીરાને ખાસ ટેન્ડર દ્વારા વેંચાણ કરવાની પેટ્રા ડાયમંડ યોજના ધરાવતી હોવાનું પેટ્રા ડાયમંડ કંપનીના પ્રવક્તાએ મીડીયાને કહ્યુ હતુ.