કુલીનન ખાણમાથી 343 કેરેટનો રફ હીરો મળી આવ્યો

802

DIAMOND TIMES-પેટ્રા ડાયમંડને તેની સાઉથ આફ્રીકા સ્થિત કુલીનન ખાણમાથી 342.92 કેરેટનો IIa ટાઈપ સફેદ હીરો મળી આવ્યો છે. જે અપવાદરૂપ રંગ અને સ્પષ્ટતા ધરાવે છે.પેટ્રા ડાયમંડના પ્રવક્તાએ કહ્યુ કે ગત માર્ચ મહીનામાં તેને આ જ ખાણમાંથી અન્ય એક 299.3 કેરેટનો રફ હીરો મળી આવ્યો હતો.જે 12.18 મિલિયન ડોલરમાં વેંચાયો હતો.ઉલ્લેખનિય છે કે એન્ટવર્પના ડાયમંડ સપ્લાયર્સ દ્વારા વેંચવામાં આવેલા આ હીરાને દુબઇ સ્થિત સ્ટારજેમ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.ઉપરાંત આ મહિનાની શરૂઆતમાં પેટ્રાએ કુલીનન ખાણમાથી મળી આવેલા અન્ય એક 39.34 કેરેટ વજનના વાદળી રફ હીરાનું 40 મિલિયન ડોલરમાં વેંચાણ કર્યુ હતુ.

સ્ટારજેમ્સ દ્વારા ખરીદવામાં આવેલો રફ હીરો

દુબઇ સ્થિત સ્ટારજેમ્સ દ્વારા ખરીદવામાં આવેલા હીરા બાબતે પેટ્રાના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ ડફીએ પ્રતિસાદ આપતા કહ્યુ કે નવેમ્બર 2020માં લેટલાપા તાલા કલેક્શનના રફ હીરાની હરાજી બાદ કુલિનન ખાણમાથી ઉત્પાદીત થયેલા રફ હીરાની આ બીજી નોંધપાત્ર હરાજી છે.પેટ્રાની ઐતિહાસિક કુલિનન માઈનમાથી અત્યાર સુધીમાં ખોદી કાઢવામાં આવેલા જેમ્સ ક્વોલિટીના કુલ 11 પ્રખ્યાત હીરામાં આ 299 કેરેટ વજનના રફ હીરાનો સમાવેશ થાય છે.