આયકર રિટર્ન મોડુ ભરવા પર હવે રૂપિયા 10000 સુધીનો થશે દંડ

506

DIAMOND TIMES -આવકવેરા રીઝર્વ ફાઈલ કરવાના નિયમમાં કેન્દ્ર સરકારે બદલાવ કર્યો હોવાથી હવે મોંઘુ રીટર્ન ભરવામાં આવે તો પેનલ્ટી ચુકવવી પડશે.અત્યાર સુધીના નિયમ મુજબ કરદાતાને આ કારણે વર્ષનુ રીટર્ન માર્ચ સુધી ભરવાની છુટ હતી. ડીસેમ્બર સુધીમાં ભરે તો પણ અને માર્ચ સુધીમાં ભરે તો 10,000 નો દંડ લાગતો હતો. પરંતુ હવે ગત 1લી એપ્રિલથી આ સુવિધા-છુટછાટ ખત્મ થઈ જશે. 10,000 ની પેનલ્ટી ચુકવીને બીજા માર્ચ સુધીમાં રીટર્ન ભરવાની છુટછાટ નહિં રહે. જોકે, કરદાતાની આવક પાંચ લાખ સુધીની જ હોય તો પેનલ્ટી રૂા.1000 લાગશે.

કરવેરા નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે કરદાતા ટેકસ બચાવવા કે અન્ય કારણોસર શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડના રોકાણ છુપાવી નહિં શકે. કારણ કે ઈન્કમટેકસ હવે સીધા બ્રોકીંગ હાઉસ વગેરે પાસેથી જ માહિતી મેળવી લેશે. એટલે કરદાતાને રોકાણ છુપાવવાનું મુશ્કેલ થશે.કરદાતા દ્વારા સમયસર રીટર્ન ફાઈલ કરવામાં ન આવે તો ઈન્કમટેકસ નોટીસ પણ ફટકારી શકે છે. આવા કિસ્સામાં કરદાતાને મુળ ટેકસ રકમ વ્યાજ સાથે ચુકવવી પડશે.આવકવેરા કાયદાની કલમ 114 ઈ અંતર્ગત બચત યોજનામાં જમા રકમ ખાસ ફંડ ટ્રાન્સફરમાં આવે છે. કોઈ વ્યકિતએ શેરો, મ્યુચ્યુઅલ ફંડ વેંચીને કમાણી કરી હોય તો ફંડ હાઉસ જ આ માહિતી આવકવેરા વિભાગને આપશે એટલે કરદાતાના આર્થિક વ્યવહારો પર સતત નજર રહેશે.