જો પાનકાર્ડને આધાર સાથે લિંક કર્યુ નહી હોય તો ભરવો પડી શકે છે દંડ

DIAMOND TIMES – જો તમારુ પાનકાર્ડ હજુ સુધી આધાર સાથે લિંક નથી થયું તો જલ્દી લીંક કરવાની પ્રક્રીયા પુર્ણ કરી લેજો. કેમ કે આમ નહી કરવાથી તમારુ પાનકાર્ડ અમાન્ય થઇ જશે અને એક હજાર રુપિયાનો દંડ પણ થશે.આધાર લિંક કર્યા વિના પાનકાર્ડનો ઉપયોગ કરવા પર 10 હજારનો દંડ દંડ વસૂલવામાં આવશે.આવકવેરા વિભાગે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 નક્કી કરી છે.જો કોઇ પાનકાર્ડ ધારક નિયત તારીખ સુધી પાનકાર્ડને આધાર સાથે લિંક નહીં કરે તો તેના માટે ઘણી નાણાંકીય સેવાઓ બંધ થઇ શકે છે.

આ અંતર્ગત તે મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજારમાં રોકાણ કરી શકશે નહીં.પાનકાર્ડને આધાર સાથે લિંક કરવા માટે વેબસાઈટ incometax.gov.in પર જઈને તેમા ડાબી બાજુએ કિવક લિંક પરથી આધાર વિકલ્પ પર ક્લિક કરો.અહીં તમારુ પાનકાર્ડ અને આધાર નંબર દાખલ કરો.નામ અને મોબાઈલ નંબર દાખલ કરો.ત્યારબાદ સબમિટ બટન દબાવો.આમ આ વેબસાઈટ પર જઇને તમે પાનકાર્ડ આધારથી લિંક કરી શકશો.