ડાયમંડ ટાઈમ્સ
બાબા રામદેવની કંપની પતંજલિએ આજે કોરોનાની નવી દવા લોંચ કરી છે.આ દવાનુ નામ કોરોનિલ રાખવામા આવ્યુ છે.આ પ્રસંગે આયોજીત અવસરમાં રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરી અને ડો. હર્ષવર્ધન ખાસ ઉપસ્થિત રહ્યા હતા .પતંજલિ યોગપીઠ દ્વારા બજારમા મુકવામા આવેલી કોરોનાની આ નવી દવા કોરોનીલ અંગે પતંજલિ યોગપીઠે દાવો કર્યો હતો કે આ દવા કોરોના ઉપચારમાં અસરકારક અને પુરાવા આધારિત છે.જેમા કોરોના વાયરસને ખતમ કરવાની ક્ષમતા છે.
બાબા રામદેવે કહ્યુ કે આ દવા માટે અમોએ તમામ માપદંડનુ પાલન કર્યું છે.પતંજલિ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકો સહીત અમારી સમગ્ર ટીમના પ્રચંડ પુરૂષાર્થથી વિશ્વને કોરોના જેવી મહામારીથી મુક્તિ અપાવવામાં અમો સફળ થયા છીએ.આ ઔષધિ તમારા શરીરમાં પ્રવેશતાની સાથે જ કોરોના વાયરસની કાર્યપ્રણાલીને બાધિત કરવાની ક્ષમતા રાખે છે.બાબા રામદેવએ કહ્યું કેટલાક લોકો નફો રળવા કે વેપાર કરવા દવાઓ બનાવે છે.પરંતુ અમે આ દવા વિશાળ માનવ હીતને લક્ષ્યમાં રાખીને સમાજસેવાના નેક ઇરાદા સાથે બનાવી છે.અંતમા તેમણે હુંકાર કર્યો હતો કે હુ ધારૂ તો WHO ની હેડ ઓફિસ ભારતમાં આવી જાય.
આ અવસર પર કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે ચમત્કાર વિના કોઇ નમસ્કાર નથી કરતા.તેમણે કહ્યું કે સતત રિસર્ચ એ વર્તમાન સમયની જરૂરિયાત છે.કેંદ્રીય મંત્રી ડો .હર્ષવર્ધને કહ્યું કે ઓસ્ટ્રેલિયા , ન્યૂઝિલેંડ , કોલંબિયા , મોરિશસ , બાંગ્લાદેશ , શ્રીલંકા, ચીન સહીત વિશ્વના અનેક દેશોએ ભારતની પ્રાચીન ઉપચાર પધ્ધતિ આયુર્વેદનો સ્વીકાર કર્યો છે અને આ પધ્ધતિને રેગ્યુલર મેડિસિન સિસ્ટમમાં લાગૂ કરી છે.તેમણે કહ્યું કે આર્યુવેદની ડિગ્રી ધરાવતા ભારતના ડોક્ટર ઉપરોક્ત દેશોમાં જઇને પ્રેક્ટિસ કરી શકે છે.તેમણે કહ્યું કે આયુર્વેદ વિશે વેદો – ઉપનિષદો સહીત અનેક ગ્રંથોમા જાણકારીઓ ઉપલબ્ધ છે.