ચીનમાં હીરાના ગ્રેડિંગ માટે સેરીન ટેકનોલોજી અને ચીનની કંપની વચ્ચે ભાગીદારી

DIAMOND TIMES – હીરાના ગ્રેડિંગ માટે ચીનની નેશનલ જેમસ્ટોન ટેસ્ટિંગ સેન્ટર અને સરીન ટેકનોલોજી વચ્ચે ભાગીદારી કરવામાં આવી છે. સરીન આ ભાગીદારીના માધ્યમથી ચીનના હીરા અને ઝવેરાત ઉદ્યોગમાં પોતાની લાઇટ પરફોર્મન્સ ગ્રેડિંગ રિપોર્ટ રજૂ કરશે.

આ પગલાથી સરીનને ચીનના બજારમાં એક નવા ઉદ્યોગ આયામને સ્થાપિત કરવામાં મદદ મળશે. પાછલા અઢી વર્ષોથી નેશનલ જેમસ્ટોન ટેસ્ટિંગ સેન્ટર સરીનની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિભિન્ન કટ ક્વોલિટીના હીરાઓ પર વ્યાપક પરીક્ષણ કરી રહી છે. આ ઉપરાંત આ પ્રયોગશાળાએ હીરા અને રંગીન રત્નોની આંતરિક પરીક્ષણ પ્રક્રિયાઓમાં સુધાર લાવવા, ડેટા એકત્રિત કરવા તેમજ તેના વિશ્લેષ્ણ પર કામ કર્યું છે.

સરીનના સીઇઓ ડેવિડ બ્લોકે કહ્યું કે સરીન અને નેશનલ જેમસ્ટોન ટેસ્ટિંગ સેન્ટર વચ્ચેનું જોડાણ હીરા રિટેલ વિક્રેતાઓ અને ગ્રાહકોને એક એક નવો અનુભવ, વધુ પારદર્શકતા અને મજબૂત ગ્રાહક બજારની સુવિધા પ્રદાન કરશે. તેમજ સૌથી વધુ ચીનની જ્વેલરી ઉદ્યોગના વિકાસમાં યોગદાન આપશે. તેમણે ઉમેર્યુ કે હીરાના ગ્રેડિંગના સામાન્ય 4 C -કટ, કેરેટ, કલર અને ક્લિયારિટીની સાથે સંયુક્ત રિપોર્ટમાં ચમક, આગ, સ્પાર્ક તેમજ લાઇટ સિમિટ્રી પર જાણકારી આપે છે.