DIAMOND TIMES- ડેનમાર્કની વિખ્યાત અને વિશ્વની સૌથી મોટી જ્વેલરી ઉત્પાદક અને રિટેલર કંપની પાન્ડોરાની સ્થાપના વર્ષ 1982માં પેર એનોલ્વોલ્ડસે કરી હતી.પાન્ડોરા ડિઝાઇનર રિંગ્સ,નેકલેસ સહીત કસ્ટમાઇઝ જ્વેલરીના ઉત્પાદન માટે વિખ્યાત છે.થાઇલેન્ડમાં જ્વેલરી પ્રોડક્શનની ફેકટ્રી અને વિશ્વના 100 થી પણ અધિક દેશોમાં તે 7000 થી વધુ જ્વેલરી સેલ્સ પોઇન્ટ ધરાવે છે.પાન્ડોરાએ ગત ગત મે મહીનામાં જાહેરાત કરી હતી કે તે હવે જ્વેલરીના નિર્માણ માં માત્ર લેબગ્રોન હીરાનો જ ઉપયોગ કરશે.
વધુમાં કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ એલેક્ઝાન્ડર લેસિકે ગત મે મહીનામાં લેબગ્રોન હીરાની કીંમત બાબતે નિવેદન આપતા કહ્યુ હતુ કે હીરા માત્ર કાયમ માટે નહીં,પરંતુ દરેક માટે હોવા જોઇએ.પરંતુ તેમના આ નિવેદન પર અડગ રહેવાના બદલે હવે તેને બદલીને કહ્યુ છે કે અમે લેબગ્રોન હીરા સસ્તા નહી કરીએ. લેબગ્રોન હીની કીંમતને લઈને તેમણે ગણતરીના દીવસોમાં જ પલટી મારી નિવેદન બદલવાની શા કારણે ફરજ પડી તે એક મોટો સવાલ છે.
ચીફ એક્ઝિક્યુટિવ એલેક્ઝાન્ડર લેસિકનું જુનુ નિવેદન : હીરા માત્ર કાયમ માટે નહીં,પરંતુ દરેક માટે હોવા જોઇએ
કુદરતી હીરા માટેનુ વિશ્વ વિખ્યાત સુત્ર હીરા હૈ સદા કે લિયે પર નિશાન તાકતા પાંન્ડોરાના ચીફ એક્ઝિક્યુટિવ એલેક્ઝાન્ડર લેસિકે ગત મે મહીનામાં કહ્યુ હતુ કે હીરા ફક્ત કાયમ માટે નહીં,પરંતુ દરેક માટે હોવા જોઇએ.અમારી કંપનીએ ગત વર્ષે પાંચ લાખ હીરાનું વેંચાણ કર્યુ હતુ.અમારો ઉદ્દેશ્ય પરવડે તેવા ટકાઉ જ્વેલરી ઉત્પાદનો દ્વારા ઝવેરાત ઉદ્યોગ અને માર્કેટમાં કીંમતોને લઈને આમુલ પરિવર્તન લાવવાનું છે. લેબગ્રોન હીરાની કિંમતો કુદરતી હીરાની સરખામણીએ 10 ટકા સસ્તી થઈ છે.
ચીફ એક્ઝિક્યુટિવ એલેક્ઝાન્ડર લેસિકનું તાજુ નિવેદન : અમે લેબગ્રોન હીરા સસ્તા નહી કરીએ
પાન્ડોરાના ચીફ એક્ઝિક્યુટિવ એલેક્ઝાન્ડર લેસિકે તાજેતરમાં બ્લુમર્ગ ફાયનાન્સિયલ ન્યુઝને આપેલા નિવેદનમાં કહ્યુ કે અમો લેબગ્રોન હીરાને સસ્તા નહી કરીએ.ઉલ્લેખનિય છે કે પાન્ડોરાએ ગત વર્ષ દરમિયાન એફોર્ડેબલ લકઝરી હેઠળ 1 કેરેટથી વધુ સાઈઝના લેબગ્રોન હીરા જડીત રિંગ્સ,નેકલેસ,ગળાનો હાર અને એરિંગ્સનો ત્રણ બિલિયન ડોલરનો બ્રિલિયન્સ સંગ્રહ રજુ કર્યો છે.જે હાલમાં યુકેમાં ઉપલબ્ધ છે. તો આગામી મહીનાઓમાં પાન્ડોરા તેના 7,000 સેલ્સ પોઇન્ટ પર તેનું વેંચાણ કરશે
પાન્ડોરાના એક નિવેદનથી હીરા ઉદ્યોગમાં વકર્યો હતો વિવાદ
પાન્ડોરાએ ગત મે મહીનામાં જાહેરાત કરી હતી કે કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોન નૈતિક રીતે વધુ પ્રાધાન્યક્ષમ હોવાથી હવે તે હવે જ્વેલરીના નિર્માણમાં માત્ર લેબગ્રોન ઉત્પાદનો જ ઉપયોગ કરશે.તે લેબગ્રોન હીરાની તરફેણમાં કુદરતી હીરાનો ઉપયોગ કરવાનું ટાળવા માંગે છે.આ પગલું નૈતિક અને કાર્બન તટસ્થ વ્યાપારિક વ્યૂહ રચનાનો એક ભાગ છે.પાંડોરા આગામી વર્ષથી 100 ટકા નવીનીકરણ સાથે લેબગ્રોન હીરાનું ઉત્પાદન કરશે.
તાકાતવાર વૈશ્વિક સંગઠનોએ એક મંચ પર આવી કર્યો હતો વિરોધ
કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોન નૈતિક રીતે વધુ પ્રાધાન્યક્ષમ હોવાના પાંડોરાના નિવેદનનો વિરોધ નોંધાવવા રિસ્પોન્સીબલ જ્વેલરી કાઉન્સિલ (આરજેસી),વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલ (ડબ્લ્યુડીસી),વર્લ્ડ જ્વેલરી કન્ફેડરેશન( સિબ્જો),નેચરલ ડાયમંડ કાઉન્સિલ (એનડીસી)અને ઇન્ટરનેશનલ ડાયમંડ મેન્યુફેક્ચર્સ એસોસિએશન (આઈડીએમએ ) સહીતના તાકાતવાર વૈશ્વિક સંગઠનો એક મંચ પર આવ્યા હતા.આ સંગઠનોએ પાંડોરાને સંયુક્ત રીતે આવેદન પત્ર આપીને કહ્યુ હતુ કે હીરા ખાણકામ દ્વારા આજીવિકા રળતા લાખો કામદારોની અમોને ચિંતા છે.પાન્ડોરા કુદરતી હીરાને લઈને ખોટો અને ભ્રામક પ્રચાર કરે છે.જ્વેલરીમાં માત્ર લેબગ્રોન હીરાનો જ ઉપયોગ કરવાનો પાન્ડોરાનો નિર્ણય સ્વીકાર્ય છે,પરંતુ સંભવિત ભ્રામક અને ગેરમાર્ગે દોરનારા દાવા ગ્રાહકોમાં મુંઝવણ અને અવિશ્વાસ પેદા કરી શકે છે.