ડાયમંડ ટાઈમ્સ ન્યુઝ
ફ્રાન્સની સ્વતંત્ર એજન્સી સેન્ટર ફોર પોલિટિકલ એન્ડ ફોરેન અફેરની એન્ટી ટેરરિઝમ ટાસ્ક ફોર્સે પાકિસ્તાનની પોલ ખોલતા દાવો કર્યો છે કે પાકિસ્તાન તેમના દેશમા છુપાયેલા આતંકીઓ વિરૂધ્ધ બનાવટી કાર્યવાહી કરી સમગ્ર વિશ્વને ગેરમાર્ગે દોરી રહ્યુ છે. આંતંકીઓને નાણાકીય મદદ કરવાનાં કારણોસર સેન્ટર ફોર પોલિટિકલ એન્ડ ફોરેન અફેરની એન્ટી ટેરરિઝમ ટાસ્ક ફોર્સેએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકી દીધુ છે.આ ગ્રે લિસ્ટમાથી બહાર આવવા પાકિસ્તાન તેના દેશનાં કુખ્યાત આતંકીઓ વિરૂધ્ધ બનાવટી કાર્યવાહી કરી રહયુ છે.એજન્સી સેન્ટર ફોર પોલિટિકલ એન્ડ ફોરેન અફેરની એન્ટી ટેરરિઝમ ટાસ્ક ફોર્સેએ તેના રિપોર્ટમાં કહ્યુ છે કે પાકિસ્તાન દ્વારા આતંકી સંગઠનો અને તેના નેતાઓ વિરૂધ્ધ દુનિયાને દેખાડવા માત્ર કાગળ પર જ કાર્યવાહી કરે છે.આ કામગીરી ગ્રે લિસ્ટમાંથી બહાર નિકળવાનું પાકિસ્તાનનું માત્ર એક નાટક છે.રિપોર્ટમાં સ્પષ્ટ જણાવવામા આવ્યુ છે કે ડેનિયલ પર્લ હત્યાકાંડ સહીતના તમામ કેસમાં પાકિસ્તાન માત્રે ગ્રે લિસ્ટમાંથી છુટવાનાં માત્ર પ્રયાસ માટે જ દેખાડો કરતી કાર્યવાહી કરે છે.જેથી પાકિસ્તાનને બ્લેક લિસ્ટ નહીં કરાય ત્યાં સુધી તે આતંકીઓ વિરુધ્ધ કોઇ નક્કર કાર્યવાહી નહીં કરે.
પાકિસ્તાને ગ્રે લિસ્ટમાંથી મુક્ત થવા માટે જુલાઇ 2019માં જમાત ઉદ દાવા અને તેનાં સંગઠન ફાલેહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન અને તેનાં વડા હાફિઝ સઇદ, ઉપરાંત અબ્દુલ રહેમાન મક્કી, ઝફર ઇકબાલ આમિર હમઝાને ટેરર ફંડિંગનાં કેસમાં ધરપકડ કરી હતી.હકીગતમા ઉપરોક્ત તમામ શખ્સો આરોપીઓ વિરુધ્ધ ટેરર ફંડિગનાં આરોપના બદલે સાવ સામાન્ય ગુના હેઠળ ધરપક્ડ કરી હતી.પરિણામે ગત ઓગસ્ટ મહીનામાં તો મક્કી અને તેના સાથી અબ્દુલ સલામને લાહોર હાઇકોર્ટે મુક્ત પણ કરી દીધા હતા.બરાબર એ જ પ્રકારે ઝકીર રહેમાન લખવીને પણ 2015માં જ કોર્ટે જામીન આપી દીધા હતાં.સૌથી મોટી મુશ્કેલી એ છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓ વિરૂધ્ધનાં કોર્ટનાં ચુકાદાને ક્યારેય જાહેર કરાતા જ નથી.