આ મુલ્યવાન હીરાને લઈને ભારત-પાક. આવ્યા સામસામે

814

મહામુલા કોહીનૂર હીરા પર પાકિસ્તાને કર્યો દાવો

DIAMOND TIMES- દુનિયાના સૌથી મહામુલા કોહીનૂર હીરા પર પાકિસ્તાને દાવો કર્યો છે.આ અંગે કોહીનુરને બ્રિટનથી પરત લાવવાની માંગ કરતી એક અરજી લાહોર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં ભારત કોહીનૂર હીરો પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એક પાકિસ્તાની નાગરીકે લાહોર હાઇકોર્ટમાં કરેલી અરજીમાં માંગણી કરતા કહ્યુ કે પાકિસ્તાને કોહિનૂર હીરાને બ્રિટનમાં થી પરત લાવવાના પ્રયાસો ઝડપી બનાવવા જોઇએ.કારણ કે કોહિનૂર હીરા પર બ્રિટિશ મહારાણીનો જરા પણ અધિકાર નથી. પરંતુ 108 કેરેટનો કોહીનુર પંજાબની સાંસ્કૃતિક ધરોહરનો હિસ્સો છે.વળી વિશ્વના સૌથી મોટા હીરા પૈકી એક કોહિનૂર હીરાને પરત લાવવા ભારત પણ પ્રયાસરત છે. આ હીરો હાલ ટાવર ઑફ લંડનમાં પ્રદર્શિત રાજ મુગટમાં જડેલો છે. જેને અંગ્રેજોના શાસનકાળમાં પંજાબના મહારાજ દલીપ સિંહ પાસેથી છીનવી લેવામાં આવ્યો હતો.

કોહીનુરને  ભારત લાવવા અનેક વખત પ્રયાસો થયા છે.

વર્તમાન સમયે ભારતનો વિશ્વ પ્રસિદ્ધ કોહિનૂર હીરો પણ બ્રિટિશ મ્યૂઝિયમ માં છે.કોહીનુરને પણ ભારત પરત લાવવા અનેક વખત ચળવળો ચલાવવામાં આવી છે પરંતુ હજુ સુધી પરિણામ મળ્યુ નથી. બ્રિટિશ સરકારે 1849 માં પંજાબ સરકારના શાસક દલીપ સિંહને હરાવીને આ મૂલ્યવાન હીરો મેળવ્યો હતો. આ કિંમતી હીરો કોહીનૂર બ્રિટનની મહારાણી વિક્ટોરિયાને ભેંટ આપવામાં આવ્યો હોવાનો કરાર છે. જો કે રાણી વિક્ટોરિયાના મોત બાદ કોહીનૂરને લંડનના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે. આઝાદી પછી ભારતે અનેક વખત કોહિનૂર હીરો પરત કરવાની બ્રિટન પાસે માંગણી કરી છે.પરંતુ બ્રિટન સરકારે બ્રિટિશ મ્યૂઝિયમ એક્ટનો હવાલો આપીને કોહીનુરને પરત કરવાની ભારતની માગણીનો અસ્વિકાર કર્યો છે.