રૂટ્સ અને સ્પાર્કલને જબરજસ્ત પ્રતિસાદ : જ્વેલર્સને મળ્યા કરોડોના ઓર્ડર

સુરત સોનાની મૂરત, એ પંક્તિ ને સાર્થક કરતા ધ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ & ઇન્ડસ્ટ્રી (SGCCI) અને સુરત જવેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન (SJMA) દ્વારા અનુક્રમે સ્પાર્કલ અને રૂટ્સ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. સ્પાર્કલ B2C કોન્સેપ્ટ પર અને રૂટ્સ B2B કોન્સેપ્ટ પર આધારીત ઇવેન્ટ હતી.

DIAMOND TIMES : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 16 ડિસેમ્બરના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, ખાતે ત્રણ દિવસ માટે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન યોજાયું હતું. સ્પાર્કલ એકઝીબીશનના ઉદ્‌ઘાટક તથા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે પ્રદર્શનને ખૂલ્લું મુકાયું હતું. આ સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ અને સુરત પોલિસ કમિશનર અજય કુમાર તોમર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. ચેમ્બર દ્વારા ઉદ્‌ઘાટન સમારોહ દરમ્યાન સુરતની 100 મહિલા સાહસિકોને ખાસ આમંત્રિત કરવામાં આવી હતી. આ તમામ મહિલા સાહસિકો દીપ પ્રાગટયવિધિમાં જોડાઇ હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતુ કે ચેમ્બર દ્વારા બીટુસી ધોરણે યોજાયેલા સ્પાર્કલ એકઝીબીશનને કારણે સુરતની જવેલરી બ્રાન્ડને પ્રમોશન માટે સારું પ્લેટફોર્મ મળ્યું હતું. કારણ કે કોરોના મહામારી પછી લોકોને એકજ સ્થળેથી સુરતની જવેલરીની નવી ડિઝાઇન જોવાનો અને ખરીદવાનો મોકો મળ્યો હતો. આ ઉપરાંત એનઆરઆઈ સિઝનને કારણે વિદેશથી આવેલા બિન નિવાસી ભારતીયોએ ત્રણ દિવસ દરમિયાન સ્પાર્કલની મુલાકાત લીધી હતી, જેનો સીધો લાભ જવેલર્સ ને મળ્યો હતો. જેને કારણે જવેલર્સને ઘણી ઇન્કવાયરી જનરેટ થઇ હતી અને ઘણા સારા ઓર્ડર્સ પણ મળ્યા હતાં. એનઆરઆઈ સિઝનને કારણે સુરતની જવેલરી બ્રાન્ડને ગ્લોબલી માર્કેટ મળવાની શરૂઆત થઇ ગઈ છે. આ ઉપરાંત ચેમ્બર દ્વારા દેશ-વિદેશમાથી ખાસ આમંત્રિત 400થી વધારે પરિવારોએ સ્પાર્કલની મુલાકાત લઈને જ્વેલરી ખરીદી હતી.

સ્પાર્કલ એકિ્‌ઝબીશનમા દેશના વિવિધ શહેરો જેવા કે ન્યૂ દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, પુણે, જયપુર, બેંગલોર, પંજાબ, બરેલી, વલસાડ, ગાંધીધામ, જામનગર, નવસારી, રાજકોટ, વડોદરાથી ત્રણ દિવસ દરમિયાન કુલ ૮ હજારથી વધુ મુલાકાતીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત યુએસએથી પણ મુલાકાતીઓએ સ્પાર્કલની મુલાકાત લઈ જવેલરી ખરીદી કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘સ્પાર્કલ’ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે સ્પાર્કલમાં ભાગ લેનારા દરેક જવેલર્સના સ્ટોલની વિઝીટ કરી પ્રદર્શનમાં મુકાયેલી અવનવી જ્વેલરી નિહાળી હતી. તેમણે સ્ટોલ વિઝિટ દરમિયાન વન ટુ વન દરેક જવેલર્સની સાથે સંવાદ કર્યો હતો. તેમણે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલ પ્રદર્શન માટે સ્પેશિયલ પ્રકાશિત કરાયેલી સમૃદ્ધિ મેગેઝિનનું પણ વિમોચન કર્યું હતું. અંતે તેમણે ‘સ્પાર્કલ’ની સફળતા માટે ચેમ્બર ઓફ કોમર્સ તથા તમામ જ્વેલર્સને શુભેચ્છા આપી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘સ્પાર્કલ’ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે સ્પાર્કલમાં ભાગ લેનારા દરેક જવેલર્સના સ્ટોલની વિઝીટ કરી પ્રદર્શનમાં મુકાયેલી અવનવી જ્વેલરી નિહાળી હતી.તેમણે સ્ટોલ વિઝિટ દરમિયાન વન ટુ વન દરેક જવેલર્સની સાથે સંવાદ કર્યો હતો. તેમણે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલ પ્રદર્શન માટે સ્પેશિયલ પ્રકાશિત કરાયેલી સમૃદ્ધિ મેગેઝિનનું પણ વિમોચન કર્યું હતું. અંતે તેમણે ‘સ્પાર્કલ’ની સફળતા માટે ચેમ્બર ઓફ કોમર્સ તથા તમામ જ્વેલર્સને શુભેચ્છા આપી હતી.

આ ઉપરાંત સ્પાર્કલની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષે જણાવ્યું હતું કે ચેમ્બર દ્વારા યોજાયેલા સ્પાર્કલ પ્રદર્શનમાં દેશના જુદા જુદા જવેલર્સોનું ભાગ્યેજ દેખાતું બહુ જ સરસ કલેક્‌શન જોવા મળ્યું હતું. દેશના પ્રધાન મંત્રીનું સપનું આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તેમાં જેમ્સ એન્ડ જવેલરી ઇન્ડસ્ટ્રીનો મોટો રોલ છે. સુરતની જવેલરીની બ્રાન્ડ ઇમેજ ઉભી કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે પ્રયાસો કરાયા છે તે અભિનંદનને પાત્ર છે. કારણ કે, ચેમ્બરે સુરતની જવેલરી બ્રાન્ડની ગ્લોબલ માર્કેટમાં ડિમાન્ડ ઉભી કરવા માટે પ્રયાસ કર્યો છે. વધુમાં તેમણે રાજા મહારાજાના સમય દરમિયાન જે અસલ રજવાડી જ્વેલરી બનતી હતી એવી જ અસલ સ્પાર્કલમાં પ્રદર્શિત કરાયેલી રજવાડી જવેલરીને નિહાળી હતી. સુરતના જવેલર્સ દ્વારા બનાવેલી અને પ્રદર્શિત કરાયેલી જવેલરીની તેમણે પ્રશંસા કરી હતી.

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ દ્વારા આયોજીત રુટઝ પ્રદર્શનનો સુરતમાં મંત્રી પ્રફૂલ્લ પાનશેરીયાના હસ્તે થયો શાનદાર શુભારંભ

સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન દ્વારા આજથી આગામી 18 ડિસેમ્બર દરમિયાન સુરતના સરસાણા કનવેન્શન સેન્ટર ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ દ્વારા રૂટ્સ પ્રદરશનનો શાનદાર શુભારંભ થયો છે. આ એક્ઝિબિશનનું ઉદઘાટન મંત્રી પ્રફુલ પાનસેરિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં સુરતના ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરે ભાગ લીધો છે. આ પ્રદર્શનમાં દેશભરમાંથી જ્વેલરી રિટેઇલર અને હોલસેલર ખરીદી માટે આવશે. નોંધનિય છે કે સુરત ના જ્વેલરી ઉત્પાદકો માટે આ પ્રદર્શન વૈશ્વિક વલણને દર્શાવવા માટેનું એક મજબુત B2B પ્લેટફોર્મ છે. એક્સ્પોમાં મેન્યુફેક્ચરર્સ, હોલસેલર્સ, સપ્લાયર્સ માટે વન સ્ટોપ સોલ્યુશન હશે અને ખરીદદારો એકબીજા સાથે નેટવર્કિંગ માટે વિચારોની આપ-લે કરીને જોડાયા હતા.

જે નાથી આગામી સ્તરે વૈશ્વિક વલણો અને વ્યવસાયની તકો વધુ વિશાળ બની હતી અને નવીનતમ ટેકનોલોજી અને મશીનરી ઉત્પાદકોને એક છત નીચે આવ્યા હતા.આ એક્ઝિબિશનમાં નવા સંસદ ભવનની 15 કિલો ગોલ્ડ, ચાંદી અને ડાયમંડની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સુરતના 50 જેટલા જ્વેલર્સ દ્વારા ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’ નામની આ પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રતિકૃતિ 3 ડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. જેમાં પ્રાકૃતિક અને લેબગ્રોન હીરાનો ઉપયોગ કરાયો છે. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય સુરતના જ્વેલરી ઉત્પાદકો દ્વારા કરવામાં આવતી વિવિધ કલાકૃતિઓ હતી. જેમાં અનેક રત્નો અને મૂલ્યવાન તત્વો પ્રતીકાત્મક રીતે સમાવિષ્ટ કરાય હતી.

જે ભારતની સંસ્કૃતિ અને વારસા તરીકે ઉભરી આવી હતી. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ સુરતને વેપાર કેન્દ્ર તરીકે રજૂ કરવાનો હતો. જેમાં રૂટ્ઝ મુખ્ય ભૂમિકા ભજવી હતી. બિઝનેસ ટુ કસ્ટમર માટેના આ એક્ઝિબિશનમાં રૂ. 50 હજારથી લઈને એક કરોડ સુધીની બ્રાઇડલ જ્વેલરી તથા હેરિટેજ, નવાબી, ફ્યુઝન, પોલકી અનકટ, બિકાનેરી મીના અને રજવાડી ફેન્સી ડાયમંડ અને એન્ટી ગોલ્ડ જ્વેલરી પ્રદર્શિત કરવામાં આવી હતી. ચેન્નઈથી એક ડેલિગેશન આ એક્ઝિબિશનની મુલાકાતે આવ્યું હતું. તેમણે આ એક્ઝિબિશન નિહાળ્યું હતું. તેમણે ટેમ્પલ ઓફ ડેમોક્રેસીની પ્રતિકૃતિના ખૂબ જ વખાણ કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં સાથે મળીને બિઝનેસ કરવા વિશે વિચારણા કરીશું. અમને અહી આવીને ખૂબ ગમ્યું છે. આ એક્ઝિબિશન ખૂબ જ અદ્ભૂત છે.