DIAMOND TIMES –ગુજરાતમા વધતા જતા કોરોના સંકરમણને રોકવા સાવચેતીના પગલા રૂપે સુરતમાં રવિ અને સોમવાર એમ બે દીવસ હીરાના કારખાનાઓ અને હીરા બજારને બંધ રાખાવા સુરતમ્યુનિસિપલ કમિશ્નર દ્વારા નિર્ણય અપીલ કરવામાં આવી હતી.પરંતુ તેની ધારી અસર હીરા બજાર અને હીરાના કારખાનાઓમાં પડી ન હતી.જેથી પાલિકા દ્વારા કતારગામ વિસ્તારમાં આવેલા નંદુડોશીની વાડીમાં હીરાના કારખાના અને દુકાનો બંધ કરાવવા પાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતાં.જેમને ઘેરી લઈ રત્નકલાકારો અને દુકાનદારોએ પાલિકાના અધિકારીઓને ઉધડો લઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
રત્નકલાકારોએ કહ્યુ કે અમારા રોજગાર-ધંધા માંડ પાટે ચડ્યા છે ત્યાં રોજગારી પર પાટું મારવામાં આવ્યા છો? હીરાના મોટા કારખાના ધમધમે છે જ્યારે નાના યુનિટને જ બંધ કરાવવાની પાલિકાની ભેદ ભરેલી નીતિનો અમે વિરોધ કરીએ છીએ.પોલિશ્ડ ડાયમંડની માંગમાં વધારો થતાં હાલ હીરા ઉદ્યોગમાં ચમક જોવા મળી રહી છે.એવા સમયે હીરાના કારખાનાઓ બંધ કરાવવા એ રત્નકલાકારોના પેટ પર પાટૂ મારવા સમાન બાબત છે.રત્નકલાકારો,દલાલભાઈઓ અને નાના વેપારીઓએ કહ્યુ કે પાલિકા કતારગામના અનેક વિસ્તારોમાં ધંધા-રોજગાર બંધ કરાવી રહી છે.હવે આપઘાત જ કરવો પડે એવી સ્થિતિ આવી છે.રાજકીય તાયફા પાલિકાને દેખાતા નથી.પાલિકાએ WHOની ગાઈડ લાઈન પ્રમાણે કામ કરવું નથી. માસ્કનો 1000નો દંડ આપે છે. પણ દંડ ભરનાર રૂ. 500 કમાતો નથી.
સુરત ના નંદુદોશી ની વાડી કતારગામ ની અંદર સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા હીરા ના કારખાનાઓ ને બંધ કરાવવા મા આવતા રત્નકલાકારો વિફર્યા હતા અને કર્મચારીઓ નો હુંરિયો બોલાવી ને ઉભી પૂંછડીએ ભગાડ્યા હતા.રત્નકલાકારોનો આરોપ હતો કે એસ.એમ.સી.ના કર્મચારી ઓ નાના નાના કારખાનાઓ ને બંધ કરાવતા હતા અને મોટી મોટી ફેકટરી ઓ ને બંધ નહોતા કરાવતા જેથી રત્નકલાકારો વિફર્યા હતા રત્નકલાકારો હીરાઉધોગ બંધ રાખવા ના નિર્ણય નો વિરોધ કરી રહ્યા હતા.આ વીડિયો સોશિયલ મીડિયા મા ખૂબ વાયરલ થઈ રહ્યો છે.